Site icon Gramin Today

ડાંગ જિલ્લામા આજે ૧૪ દર્દીઓએ કોરોનાનો આપી મ્હાત : નવા આઠ કેસ નોંધાયા, કુલ એક્ટિવ કેસ ૫૩:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

કોરોના અપડેટ, જિલ્લો ડાંગ : તા.૯/૪/૨૦૨૧ના દિને 

ડાંગ જિલ્લામા આજે ૧૪ દર્દીઓએ કોરોનાનો આપી મ્હાત : નવા આઠ કેસ નોંધાયા, કુલ એક્ટિવ કેસ ૫૩; બીજી તરફ લોકો જાતે જ કોવીડ ટેસ્ટ માટે અને વેક્શીન માટે લાઈન લગાવી રહ્યા ના દ્રશ્યો જોવા મળ્યા હતાં. 

૧) જિલ્લાના આજદિન સુધીના પોઝેટીવ કેસો : ૨૫૪
૨) જે પૈકી આજની તારીખે એક્ટિવ કેસો : ૫૩
૩) રજા આપેલ દર્દીઓ : ૨૦૧
૪) આજદિન સુધી લેવાયેલા કુલ સેમ્પલ : ૩૯,૭૮૩
૫) જે પૈકી નેગેટિવ :૩૯,૩૮૭
૬) રિપોર્ટ પેન્ડિંગ ૧૪૨ (તા. ૯/૪/૨૦૨૧ના રોજ લીધેલ સેમ્પલ)

–  (તા.૮/૪/૨૦૨૧) ના રોજ લેવામા આવેલ કુલ આર.ટી.પી.સી.આર. સેમ્પલ-૪૧ પૈકી નેગેટીવ-૩૭, પોઝીટીવ-૪, રીઝલ્ટ પેન્ડીંગ ૦ છે.

– આજ  (૯/૪/૨૦૨૧) ના રોજ લીધેલ એન્ટીજન ટેસ્ટ સેમ્પલ-૧૪૯, પોઝીટીવ-૪, નેગેટીવ-૧૪૫છે.

૭) ફેસીલીટી ક્વોરોન્ટાઇન કરેલા વ્યક્તિઓ : ૦
૮) ક્વોરોન્ટાઇન કરેલા વ્યક્તિઓ : ૬૪૪
૯) ક્વોરોન્ટાઇન પૂર્ણ થયા હોય એવા વ્યક્તિઓ : ૬૯૦૩
૧૦) અન્ય :
– આજની તારીખે કન્ટેઈનમેન્ટ ઝોન આહવાના મિશનપાડા, ગાંધી કોલોની, પટેલપાડા, જવાહર કોલોની, ગાંધી કોલોની-૧, સહયોગ સોસાયટી, બંધારપાડા, વેરિયસ કોલોની, શિક્ષણ કોલોની, સુભાષ કોલોની, રેવન્યુ કોલોની, નર્સિંગ કોલેજ, વઘઇની પ્રમુખ સ્વામી સોસાયટી, અને હનુમાન ફળિયુ, તથા ગ્રામીણ વિસ્તાર એવા ધુડા, ચિરાપાડા, ખાતળ, સુબીર, જામલાપાડા, કેશબંધ, ગાયખાસ, ચીખલી, જામન્યામાળ જેવા ગામોમા આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવેલ છે.

– જેમાં ILI (0 case), અને SARI (0 Case) કોઈ કેસ મળેલ નથી, અને કોઈ સેમ્પલ લેવામાં આવેલ નથી.

જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી, ડાંગ દ્વારા કોરોના ની પરિસ્થિતિ આજ ની જાહેર કરવામાં આવી હતી. 

Exit mobile version