શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુ માહલા
ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના) નો લાભ આપવામાં આવશે: શું છે પ્રક્રિયા ? કોને મળશે લાભ?
ઘણી વખત સરકાર દ્વારા મળતાં અનેક લાભો/યોજનાં અજ્ઞાનતાનાં લીધે મળવા પામતા નથી અને લોકો સહાય થી વંચીત રહી જાય છે, જયારે પરિવારમાં અચાનક દુઃખદ ઘટના બને છે ત્યારે પરિવાર આર્થિકરીતે પણ તૂટી જાય છે, ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકારની યોજનાં જે થોડી આપ ને મદદરૂપ નક્કી બનશે!
આહવા: તા: ૨૧: ડાંગ જિલ્લામા રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના) અંતર્ગત ગરીબી રેખા હેઠળના ૦ થી ૨૦ નો બી.પી.એલ. સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) નું કુદરતી કે અકસ્માતે મૃત્યુ થાય તે કુટુંબને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.
આ યોજના અંતર્ગત મુખ્ય કમાનાર વ્યક્તિનું મૃત્યુ થાય તો રૂ.૨૦,૦૦૦/- લાભાર્થી કુટુંબને ડાયરેકટ તેના બેંક એકાઉન્ટમાં મળવાપાત્ર થાય છે. યોજનાની માર્ગદર્શિકા મુજબ મૃત્યુ પામનાર મુખ્ય કમાનાર વ્યક્તિની ઉંમર ૧૮ થી ૬૦ વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. લાભાર્થી પરિવારે આવી વ્યક્તિનું અવસાન થાય તેના બે વર્ષની અંદર આ યોજનાના લાભ માટે સંબંધિત તાલુકા મામલતદાર કચેરીમાં આ અંગેની અરજી કરવાની હોય છે. આ યોજના સંબંધિત વધુ માહિતી કે માર્ગદર્શન માટે તાલુકા મામલતદાર કચેરીઓનો સંપર્ક કરી શકાય છે, તેમ ડાંગ જિલ્લાના બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જીગ્નેશ ચૌધરી દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે.