Site icon Gramin Today

ડાંગ જિલ્લામાં બિનખેતી હુકમોમાં ગેરરીતિઓનો આક્ષેપ, કાર્યવાહી માટે કલેક્ટરને રજુઆત:

શ્રોત:‌ ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગ જિલ્લામાં બિનખેતી હુકમોમાં ગેરરીતિઓનો આક્ષેપ, કાર્યવાહી માટે કલેક્ટરને રજુઆત:

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : ડાંગ જિલ્લામાં વર્ષ 2020 થી 2024 દરમિયાન આપવામાં આવેલા અંદાજે 80 જેટલા બિનખેતી (NA) હુકમોમાં વ્યાપક શરતભંગ અને ગેરકાયદેસર બાંધકામો થયાના ગંભીર આક્ષેપ સાથે અરજદાર મનિષ કે. મારકણા દ્વારા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણમા કલેક્ટરને અરજી કરી રજૂઆત કરાઈ છે.

અરજદારના જણાવ્યા મુજબ, આ મુદ્દે તેઓએ અગાઉ 30 ઓગસ્ટ 2025ના રોજ પણ ફરિયાદ નોંધાવી હતી, જેના અનુસંધાને 29 ડિસેમ્બર 2025ના રોજ કલેક્ટર કચેરી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારબાદ 12 જાન્યુઆરી 2026ના રોજ સુબીર, વઘઈ અને આહવાના તાલુકા વિકાસ અધિકારીઓને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

પરંતુ અરજદારનો આક્ષેપ છે કે આદેશો છતાં અત્યાર સુધી કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નથી અને માત્ર કાગળ પર તપાસ ચાલી રહી હોય તેવું જણાય છે. રજૂઆતમાં જણાવાયું છે કે બિનખેતી થયેલ જમીનો પર મોટા પાયે રિસોર્ટ, હોટલો અને ગેમિંગ ઝોન જેવી પ્રવૃત્તિઓ જરૂરી મંજૂરી વિના ઊભી કરવામાં આવી છે.

અરજદારએ વધુમાં ચિંતાનો વિષય ઉઠાવ્યો છે કે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે.

મુખ્ય માંગણીઓ:

અરજદારે આ સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઝડપભેર તપાસ કરીને ન્યાય અપાવવા જિલ્લા કલેક્ટરને નમ્ર વિનંતી કરી છે.

Exit mobile version