Site icon Gramin Today

ડાંગ જિલ્લામાં આવેલ વઘઇ અને સુબીર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ચાલતી ખરીદીમાં કૌભાંડની આશંકા:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

ડાંગ જિલ્લામાં આવેલ વઘઇ અને સુબીર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ચાલતી ખરીદીમાં કૌભાંડની આશંકા અને તેની જરૂરી તપાસ થયેલ નથી તો  આ બાબતે તાત્કાલિક તપાસ થવા બાબત: તપાસ પારદર્શક હોય તે જરૂરી… 

થોડા દિવસ અગાઉ સમાચાર પત્ર મા આ બંને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ચાલતા ખરીદી બાબતમાં શંકાના દાયરામાં છે એવું જણાવવામાં આવેલ હતું પરંતુ હજુ સુધી આની ઉપર કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ છે કે કેમ તે પણ શંકાના દાયરામાં તો નથી ને ?  

તારીખ:10/11/21 ના રોજ અને 12 /1/22 ના રોજ સમાચાર  પ્રસિદ્ધ કરવામાં આવેલ હતા કે સુબીર અને વઘઇ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટની ખરીદી પ્રક્રિયાને શંકાના દાયરામાં જણાવેલ હતું ? જેની તપાસ કરી ખરીદ પ્રક્રિયા કોના દ્વારા કરવામાં આવેલ છે તેની ન્યાયિક તપાસ થાય તો લોકોને ન્યાય મળશે એવું લાગી રહ્યું છે અને  હજુ સુધી આની ન્યાયિક તપાસ કરવામાં આવેલ છે કે કેમ ? તેમ છતાં હજુ સુધી આ ખરીદીની પ્રક્રિયા માટે ન્યાયિક તપાસ થયેલ નથી એવું લાગી રહ્યું છે કોણ કોને બચાવી રહ્યું છે તે તપાસનો વિષય છે હજુ સુધી સા કારણે સરકાર દ્વારા આની ઉપર કોઈપણ પ્રકારની ન્યાયિક તપાસ કરવામાં આવી નથી જાણવા મળેલ માહિતી મુજબ ખરીદી બાબતે તટસ્થ તપાસ કરવા અંગેના અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતા તેમ છતાં તેની ન્યાયિક તપાસ કરવામાં આવેલ હોય એવું લાગતું નથી અને કરવામાં આવશે કે કેમ તે પણ શંકાના દાયરામાં જણાઈ આવે છે બંને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટની ખરીદી કરી મૂકી દેવામાં આવેલ છે પરંતુ આ ખરીદી બાબતે એક એજન્સી દ્વારા વાંધો ઉઠાવવામાં આવેલ હતો પરંતુ તેઓને પણ કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવેલ નથી એવું એજન્સી દ્વારા જણાવવામાં આવેલ છે,  

આ ખરીદી બાબતે સામુહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી દ્વારા પણ તેઓના ઉપરી અધિકારીને આ ખરીદી બાબતે તપાસ કરવા માટે પત્ર લખવામાં આવ્યો છે જેથી એનો મતલબ એવો થાય છે કે ખરેખર અહીંયા સુબીર અને વઘઇ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવતી કોઈપણ ખરીદી શંકાના દાયરામાં આવતી હોય એવું જણાઈ આવે છે જેની પણ ન્યાયિક તપાસ થાય તો ઘણું મોટું કૌભાંડ બહાર આવે એવું પ્રતીત થાય છે. 

સુ આ બાબતે ડાંગના અધિકારીઓ હજુ પણ અજાણ છે કે પછી કોઈ અધિકારીની રહેમ નજર હેઠળ આ બધી ખરીદીની પ્રક્રિયા કરવામાં આવી રહી છે ? તે પણ એક તપાસનો વિષય છે. 

ડાંગ જિલ્લા માટે સરકાર દ્વારા કોઈપણ ગ્રાન્ટ જયારે ફાળવવામાં આવે છે ત્યારે અહીંના જીવન ધોરણને ઉપયોગી થાય એવા અર્થથી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ કોઈક લેભાગુઓ દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે આવી ખરીદીની પ્રક્રિયા કરી અને ભ્રષ્ટાચાર કરી લોકોને લાભથી વંચિત રાખી સરકારને લાખો રૂપિયા નું નુકશાન કરી તો નથી રહયા ને હવે જોવાનું રહ્યું કે સુબીર અને વઘઇ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ચાલતા ખરીદી કૌભાંડની તપાસ કરવામાં આવશે કે કૌભાંડ કરનાર જવાબદાર અધિકારીઓ સામે ન્યાયિક તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે કે તપાસના નામે ખાલી બચાવ કરવામાં આવશે અને હવે સરકાર કોનો પક્ષ લેશે તે જોવું રહયું ..!

Exit mobile version