Site icon Gramin Today

ડાંગ જિલ્લાના શેરડી પકવતા ખેડૂતો જોગ સંદેશ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુ માહલા 

આહવા: તા: ૩૧: ડાંગ જિલ્લા ખેતીવાડી અધિકારી તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે વિવિધ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

જે મુજબ રાજ્યના અનુસુચિત જાતી અને જનજાતિના ખેડૂતો શેરડી પાકના વાવેતર અને ઉત્પાદન હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરી શકે, જે હેતુથી રાજ્ય સરકારે તા.૩૧/૧૨/૨૦૨૦ આઈ.ખેડૂત પોર્ટલ (ikhedut portal) ખુલ્લું મુક્યું છે. આ પોર્ટલના માધ્યમથી ડાંગ જિલ્લાના અનુસુચિત જાતી અને જનજાતિના ખેડૂતો ઓનલાઈન અરજી કરી શેરડી પાકના વાવેતર અને ઉત્પાદન માટેની સહાય મેળવી શકે છે.

આ માટેની ઓનલાઈન અરજીઓ દરેક ગ્રામ પંચાયત કક્ષાની સાથે સાથે ઇન્ટરનેટની સુવિધા ધરાવતી અન્ય જગ્યાએથી પણ કરી શકાય છે. લાભાર્થી ખેડૂતોએ અરજી કરતી વખતે ૭/૧૨ અને ૮/અ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, તેમજ બેન્કની પાસબુકની વિગતો વિગેરે સાથે રાખવું જરૂરી છે. આઈ.ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કાર્ય બાદ અરજીની પ્રિન્ટ આઉટ મેળવી, સહી/અન્ગુઠો કરી જરૂરી સાધનિક કાગળો સાથે ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ખાતે વિસ્તરણ અધિકારી (ખેતી)ને પહોંચાડવાની રહેશે. જિલ્લાના ખેડૂત મિત્રોને આ સહાય યોજનાઓ બહોળા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ કરાયો છે.

જેનો લાભ લેવા માટે જિલ્લાના ખેડૂતોને તા.૧૫/૯/૨૦૨૦ સુધી ઓનલાઇન અરજી કરી, સાધનિક દસ્તાવેજો લાભાર્થીના આધારકાર્ડ સાથે,મદદનીશ બાગાયત નિયામક, આહવા, જિ. ડાંગ (સંપર્ક નંબર : ૦૨૬૩૧-૨૨૧૨૭૩) સમય મર્યાદામાં રજૂ કરવા જણાવાયું છે.

Exit mobile version