Site icon Gramin Today

ડાંગ જિલ્લાનાં કાકડવિહીર ગામનો રસ્તો બિસ્માર હાલતમાં: વાહન ચાલકોને ભારે મુશ્કેલી!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, આહવા સુશીલ પવાર

ડાંગ જિલ્લાના પીપલાઇદેવી ગામનાં રેન્જ કચેરીથી જોડતો માર્ગ બિસ્માર  બની જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ લગભગ 35 જેટલા ગામને સાકળે છે. જેથી ડાંગ જિલ્લા વિકાસ અધિકારીઆ બિસ્માર માર્ગ બાબતે પગલા લે તે ઘણું જરૂરી બની ગયું છે.
જિલ્લાનાં સુબીર તાલુકામાં સમાવિષ્ટ પીપલાઇદેવી ગામનાં રેન્જ કચેરીથી કાકડવીહીર ગામને સાંકળતો માર્ગ બિસમાર બની જતા લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ લગભગ 35 જેટલા ગામોને જોડે છે. પુર્વપટ્ટી વિસ્તાર તથા સુબીર તાલુકાનાં પીપલાઈદેવી રેંજથી કાકડવિહીરને જોડતા માર્ગમાં ઠેર-ઠેર ખાડાઓ પડી જતા અને ડામરનાં પોપડા ઉખેડી જતા આ વિસ્તારનાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાની નોબત ઉભી થઇ છે.
ચાલુ વર્ષનાં ચોમાસાનાં પ્રથમ વરસાદમાં આ માર્ગનું વ્યાપકપણે ધોવાણ થઈ જતા ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગની કામગીરી શંકાનાં દાયરામાં આવી છે. વધુમાં ચોમાસામાં આ માર્ગમાં મોટા ખાડાઓ પડી જતા વાહનચાલકોને મોટુ નુકસાન થાય છે. સુબીર તાલુકાનાં કિરલી ગ્રામ પંચાયત, ચીંચવીહીર ગ્રામ પંચાયત, ખાંબલા ગ્રામ પંચાયત તેમજ પીપલાઇદેવી ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ લગભગ 35 ગામોનાં લોકોની અવર જવર માટેનો આ માર્ગ બિસમાર બની જતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
અહીનાં સ્થાનિક નેતાઓને પણ આ માર્ગ સમસ્યાની જાણ હોવા છતા તેઓ દ્વારા કોઇપણ આગેવાની દાખવવામાં આવી નથી, જેથી ડાંગ જિલ્લા વિકાસ અધિકારી આ  માર્ગ બિસ્માર બતે પગલા લે તે અતિ આવશ્યક બની ગયુ છે.

Exit mobile version