Site icon Gramin Today

ડાંગમાં વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલની ઉપસ્થિતમાં રસ્તાઓના ખાતમુહર્તનો કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગમાં વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલની ઉપસ્થિતમાં રસ્તાઓના ખાતમુહર્તનો કાર્યક્રમ યોજાયો:

૧૩ રસ્તાઓનો રૂપિયા ૮૨૮.૦૦ લાખના ખર્ચે નિર્માણ કરાશે :

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિધાનસભા નાયબ દંડકશ્રી વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા આજરોજ ડાંગ જિલ્લાના આહવાના ૪, વઘઈ તાલુકાના ૪ રોડ અને સુબીર તાલુકાના રસ્તા ૫ જે કુલ રૂપિયા ૮૨૮.૦૦ લાખના ખર્ચે નિર્માણ થનારા રસ્તાઓનુ કરાયું ખાતમુહૂર્ત કરાયું હતું. વઘઈ, આહવા અને સુબિર તાલુકા વિસ્તારના પ્રતિનિધિઓ તેમજ લોકો દ્વારા રસ્તાની માંગણીઓને ધ્યાને રાખી સરકારમાં રજુઆત કરી આ તમામ વિસ્તાનાં મહત્વના તેમજ લોક ઉપયોગી રસ્તાઓનું ખાતમુહર્ત કરાયું છે. જે રસ્તાઓ સ્થાનિક લોકો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે તેમ વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું.

આ રસ્તાઓ સજ્જડ અને સારાં રસ્તાઓ બને તે માટે ઇજારદાર અને સ્થાનિક આગેવાનો પણ ધ્યાન રાખે તે હિતાવહ છે. આ સાથે જ ડાંગમાં વિકાસ નાં કાર્યો કરવાં સતત પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે ગ્રામજનો પણ સરકાર અને વહીવટી તંત્રને સહયોગ આપે તે જરૂરી છે. વર્તમાન સરકાર દ્વારા ડાંગ જિલ્લામાં રસ્તા, પાણી, સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. સાથે જ આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં ભગવાન બિરસા મુંડાની મૂર્તિ ગોઠવવાં માટેનું આયોજન છે તેમ પણ શ્રી વિજયભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું.

આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાના લોકોની માંગણીને ધ્યાને રાખીને વિધાનસભા નાયબ દંડકશ્રીનાથ અથાગ પ્રયત્નની જિલ્લામાં મોટી સંખ્યામાં રોડ રસ્તાઓ મંજૂરી કરવામાં આવ્યાં છે. તેમજ શિક્ષણ ક્ષેત્રે આદિવાસી વિદ્યાર્થીઓ આગળ વધે તે માટે આહવા ની સાથે જ વઘઈ અને સુબીરમાં પણ નવી સરકારી વિનિયન કોલેજ શરૂ કરવામાં આવેલ છે. ઉપરાંત ડાંગ જિલ્લામાં પાણી સમસ્યા હલ કરવા માટે આહવા તાલુકાના ઘોઘલી (શિવઘાટ), ઘોઘલી-૨, ઘોઘલી-૩, ઘોઘલી-૪, અને ઘોઘલી-૫ વિયર અક્રોસ ટ્રિબ્યુટરી ઓફ ખાપરી રીવર નિયર વિલેજ નિલસાકીયાના કન્સ્ટ્રક્શન માટે કુલ રૂ. ૭૩૯૫.૭૦ લાખની રકમ વહીવટી મંજુરી આપવામાં આવેલ છે. તેમ શ્રી ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું.

પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આહવા તાલુકામાં સુવિધા પથ યોજના અંતર્ગત ૧) કન્સ્ટ્રક્સન ઓફ આહવા પ્લેટો રોડ જેની વહીવટી મંજુરીની રકમ ૨૦૦.૦૦ લાખ, ૨) રિસર્ફેસીંગ ઓફ આહવા કોલોની રોડ જેની વહીવટી મંજુરીની રકમ ૧૨૦.૦૦ લાખ, ૩) રિસર્ફેસીંગ ઓફ દિપદર્શન થી જજ બંગલો એન્ડ હોલટોપ સોસાયટી તરફ જતો રોડ જેની વહીવટી મંજૂરી રરકમ ૩૫.૦૦ લાખ, ૪) રિસર્ફેસીંગ ઓફ આંબાપાડા કોલોની રોડ જેની વહીવટી મંજૂરી રકમ ૩૫.૦૦ લાખ આમ કુલ ૩૯૦.૦૦ લાખના રોડનું આહવા ખાતે ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. તેમજ વઘઈ તાલુકામાં સુવિધા પથ યોજના અંતર્ગત ૧) વઘઈ કોલોની રોડ -૧ જેની વહીવટી મંજુરીની રકમ ૫૦.૦૦ લાખ, ૨) વઘઈ કોલોની રોડ -૨ જેની વહીવટી મંજુરીની રકમ ૫૦.૦૦ લાખ, ૩) માનમોડી બોન્ડાંરમાળ, નિમ્બાંરપાડા રોડ જેની વહીવટી મંજુરીની રકમ ૫૦.૦૦ લાખ, ૪) નાનાપાડા વી. એ. રોડ જેની વહીવટી મંજુરીની રકમ ૮૫.૦૦ લાખ આમ કુલ ૨૦૭ લાખના વઘઈ તાલુકા રોડનું ખાતમુહર્ત કર્યું હતું.

આ સાથે જ સુબીર ખાતે ૧) રિસર્ફેસીંગ ઓફ સુબીર વિલેજ આંતરિક રોડ જેની વહીવટી મંજૂરી ૬૦.૦૦ લાખ, ૨) કન્સ્ટ્રક્સન ઓફ સુબીર મેઈન રોડ થી બરડા ફળીયા રોડ જેની વહીવટી મંજૂરી ૫૦.૦૦ લાખ, ૩) કન્સ્ટ્રક્સન ઓફ સુબીર મેઈન રોડ થી નિશાળ ફળીયા રોડ જેની વહીવટી મંજૂરી ૫૦.૦૦ લાખ, ૪) રિસર્ફેસીંગ ઓફ સુબીર આંતરિક રોડ જેની વહીવટી મંજૂરી ૩૯.૦૦ લાખ, ૫) કન્સ્ટ્રક્સન ઓફ શિવબારા પાંઢરપાડા હનવતપાડા રોડ જેની વહીવટી મંજૂરી ૩૨.૦૦ લાખ જે કુલ ૨૩૧ લાખ આમ ત્રણેય તાલુકાના કુલ મળી ૮૨૮. ૦૦ લાખના ખર્ચે નિર્માણ થનારા સુવિધા પથ તેમજ રસ્તાઓના નવીનીકરણ/કાચા ડામર રસ્તાની કામગીરી માટે વિધાનસભા નાયબ દંડકશ્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, બાંધકામ સમિતિ અધ્યક્ષ શ્રી ચંદરભાઇ ગાવિત, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, સહિતના જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, આહવા સરપંચ શ્રી હરિચંદભાઈ ભોયે, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાષભાઈ ગાઈન, સહિત પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી ભાવેશભાઈ પટેલ સહિતના અધિકારીશ્રીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version