Site icon Gramin Today

ડાંગના નાંદનપેડા ગામે આકાશી વીજળી પડતા એક યુવાનનું મોત નિપજતા પરિવારમાં અને પંથકમાં શોકની કાલીમા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

ડાંગ જિલ્લાનું વડું મથક આહવા સહિત પૂર્વપટી વિસ્તારમાં બપોરે 3 વાગ્યાના અરસામાં ભારે ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદને પગલે ખેતરોમાં ભારે ખાનાખરાબી સર્જાયા બાદ નાંદનપેડા ગામે આકાશી વીજળી પડતા એક યુવાનનું મોત નિપજતા પરિવારમાં અને પંથકમાં શોકની કાલીમા ફેલાઈ જવા પામી છે.

વાતાવરણમાં આવેલા અચાનક  બદલાવ બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડેલા ધોધમાર વરસાદ ને પગલે પાકને નુકશાન:  આકાશી આફતે એકનો લીધો ભોગ!  

મળતી માહિતી મુજબ જિલ્લા ના મુખ્ય મથક આહવા સહિત પૂર્વપટ્ટી વિસ્તારના પાંડવા,ચોકયા, નાંદનપેડા, મોરઝીરા, ચિંચલી, ધવલીદોડ વિસ્તારમાં બપોરે 3 વાગ્યાના અરસામાં વાતાવરણમાં આવેલા એકાએક બદલાવ બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડેલા ધોધમાર વરસાદ ને પગલે ખેતરમાં તૈયાર થયેલ ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતા આદિવાસી ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા.ભારે વરસાદને પગલે ડાંગર નો પાક પલળી પડી જતા નુકસાન થયું હતું.
જ્યારે નાંદનપેડા ગામે રહેતા સોહેલભાઈ કરીમભાઈ શેખ ઉ 42 પર ઘરના ઓટલા પર ઉભા હતા તે વેળા આકાશી વીજળી ત્રાટકતા યુવાનનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ મૃતક યુવાનની લાશને આહવા સિવિલ હોસ્પિટલમાં પી.એમ.માટે મોકલી દઇ આહવા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

Exit mobile version