શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ડાંગના ધારાસભ્ય-વ-નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે વઘઇ ડુંગરડા રોડનું ખાતમુહૂર્ત:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે આજરોજ વઘઇ ચાર રસ્તા પાસે, વઘઇ ડુંગરડા રોડ જે કુલ રકમ ૦.૬૦ કરોડના ટેન્ડરની રકમ થી મંજુર થયેલ, ચે. ૦/૦ થી ૬/૦ (વ. સે. કી. મી. ૦/૦ થી ૧/૦) નું રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત, ભાજપા પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઇ ગાવિત સહિતના પદાધિકારીશ્રીઓ તેમજ માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કાર્યપાલક ઇજનેર શ્રી કેતન કુંકણા, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી એમ.આર.પટેલ સહિતના અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.