Site icon Gramin Today

ઝઘડિયા GIDCની યુપીએલ-5 કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગજની:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી

પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રી દરમિયાન ભરૂચ જિલ્લાની ઝઘડિયા જી.આઇ.ડીસી ની યુપીએલ-5 કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગજની ઘટના બનવા પામી હતી.

ભરૂચ: ઝઘડિયા જી.આઇ.ડીસી ની યુપીએલ ફાઈવ-5  કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગ લાગવાની ઘટનાએ આસપાસનાં વિસ્તારમાં દહેસત સર્જાય હતી.

યુપીએલ ફાઈવ કંપની નજીક આવેલ ગામો, તથા વાલીયા, અંકલેશ્વર સુધી ધરતીકંપના જેવા આંચકા અનુભવાયા હતા. ઉંચે આકાશમાં ધુમાડા નાં અધભૂત દ્રષ્યો સર્જાયા હતાં, બોઇલર ફાટવાની પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના બનવા પામી હતી.

ભરૂચના ઝગડીયા સ્થિત કેમિકલ કંપની યુપીએલ-5ના પ્લાન્ટમાં રાત્રે બ્લાસ્ટ થયો હતો. આ ધમાકાની ઝપેટમાં 24 લોકો ઘાયલ થયા છે. યુપીએ કંપનીમાં ધમાકા પછી લાગેલી આગમાં 24 કર્મચારીઓને ઇજા થઇ છે. તેમને ભરૂચ, સુરત અને વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જો કે ધમાકા અંગે કોઈ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ આગ પર કાબુ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

ઝઘડિયા જીઆઇડીસી ની ઘણી કંપનીઓની બાજુ માં આવેલ દધેડા, ફુલવાડી, કપલસાડી જેવા ગામોમાં પણ લોકોના ઘરોના કાચ તુટ્યા હોવાની માહિતી મળવા પામી હતી. કંપનીમાં થયેલ ઘટનાનો બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે અડધી રાત્રે આજુ બાજુ આવેલા ગામોનાં ગ્રામજનો ઘરોની બહાર દોડી આવ્યા.

કંપનીનું બોઇલર ફાટતા લોખંડના ટુકડા હવામાં ઉડ્યા હતાં અને ધુમાડો સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યો હતો. ઉંચે આકાશમાં દેખાયા ધુમાડા નાં અદભુત દ્રશ્યો,  કંપનીની આસપાસ આવેલ કંપનીઓમાં પણ મોટું નુકસાન થવાની સંભાવના વચ્ચે હજુ કોઈ અધિકારીક અહેવાલ જાણવા મળેલ નથી, સમગ્ર ઘટનામાં  મોટી જાનહાનિની દહેશત વર્તાઈ રહી છે. હજુ સુધી કોઈ અહેવાલ તંત્ર દ્વારા અથવા કંપની દ્વારા જાણવા મળેલ નથી વધુ તપાસ હાથ ધરાઈ છે.

Exit mobile version