Site icon Gramin Today

જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમા નિવૃત્ત થતા અધિકારી/કર્મચારીઓનો યોજાયો વિદાય સમારંભ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમા નિવૃત્ત થતા અધિકારી/કર્મચારીઓનો યોજાયો વિદાય સમારંભ :

ડાંગ, આહવા: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે, કલેક્ટર કચેરી સભાખંડમા જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને નિવૃત્ત થતા અધિકારી, કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાઈ ગયો.

આહવા કલેક્ટર કચેરી ચિટનીસ શ્રી ડી.કે.ગામિત, કે જેઓ અઢી વર્ષથી ડાંગ જિલ્લામા ફરજ બજાવતા હતા, તેમની તાજેતરમા વાંસદા ખાતે બદલી થઈ છે. ઉપરાંત રેવન્યુ વિભાગના કર્મચારી શ્રી જે.એસ.પટેલ કે જેઓ છેલ્લા ૩૫ વર્ષથી તલાટી તરીકે ફરજ બજાવતા હતા, અને ડ્રાઇવર તરીકે ૩૬ વર્ષથી ફરજ બજાવતા શ્રી આર.જે.પવાર વય નિવૃત થતા, આ ત્રણે કર્મચારીઓનો વિદાય સંભારભ યોજાયો હતો. 

આ પ્રસંગે કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ પોતાના વક્તવ્યમાં  જણાવ્યુ હતુ કે, ચિટનીસ શ્રી દલુભાઈ કે.ગામિત કે જેમણે એક યુવાનવય ની  સ્ફુર્તી સાથે  કલેક્ટર ઓફિસમા ફરજમાં આવતું  કામ કર્યું છે. તેમના કામ કરવાનો ઉત્સાહ યુવાઓએ શિખવો જોઇએ. તેમણે ક્ષતિ વગર તેમનુ કામ ત્વરિત, અને સમય મર્યાદામા કર્યુ છે.

શ્રી જે.એસ.પટેલ કે જેમણે સાડા ત્રણ દાયકાની તલાટી તરીકે પોતાની ફરજ પુરી કરી. તેઓને પહેલાના સમયમા ડાંગ જેવા દુર્ગમ વિસ્તારમા કામ કરવા માટે ઘણી મુશ્કેલીઓ પડી હશે. ગ્રામ્ય વિસ્તારના રોડ સારા ના હોય, ચાવડીમા પાણી ભરાઇ જતુ, સગવડતા ના હોવા છતાય કપરી પરિસ્થિતીમા સરકારી રેકર્ડ રાખવાનુ કામ તેઓએ કર્યુ છે. 

તો છત્રીસ વર્ષથી કલેક્ટરના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા શ્રી આર.જે.પવાર, જેઓએ પણ સમય સુચકતા વાપરી ડ્રાઇવિગ કર્યુ, અને પોતાની ફરજ પુરી કરી છે. 

સેવા નિવૃત અને બદલી થનારા કર્મચારીઓને કલેક્ટરશ્રીએ શાલ આપી સન્માનિત કર્યા હતા. કર્મચારીઓ સાથે કામ કરનાર અન્ય લોકોએ પણ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. 

સભાખંડમા ઉપસ્થિત દરેક કર્મચારીઓએ વય નિવૃત થનાર કર્મચારીઓ સન્માનભેર જીવન વ્યતીત કરે તે માટે શુભકામનાઓ પાઠવી હતી. સેવા નિવૃતી બાદ તેઓને સન્માનભેર ગાડીમા ઘર સુધી છોડવામાં આવ્યા હતા. આ વેળા નિવાસી અધિક કલેકટર શ્રી પી.એ.ગાવિતે ઉપસ્થિત રહી, અધિકારી, કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

Exit mobile version