શ્રોત.ગ્રામીણ ટુડે તાપી,”ન્યુઝ ઇમ્પેકટ” તાલુકા ચીફ ગ્રામ્ય, કિર્તનભાઈ ગામીત
કોરોના કહેરમાં સેવા પરમીટની આડમાં વાહનો બન્યાં મોતનાં વાહક, અને રાત્રીનો લાભ લઈ ઈંગ્લીશ દારૂની હેરફેર વધી;
- નાની ચીખલીમાં જનતા રેડ, છીંડિયામાં જનતા રેડ, માયપુરમાં જનતા રેડ, વેડછીમાં જનતા રેડ, સાંકળીમાં જનતા રેડ, દેગામાં ગામે જનતા રેડ, લોક ડાઉનમાં સરપંચ કરે લોકોને સમર્થન અને તેમની વિસીસ્ટ સત્તાનો કરે ઉપયોગ;
અગર જો તાપીની જનતા કરફ્યું પછી ચાલી રહેલ લોક ડાઉન-૨માં ગામ કે ગલીનાં લોકો અને ખાસ પ્રથમ નાગરિકો “જનતા રેડ” શબ્દનો મતલબ સમજે તો સમાજમાંથી દુષણ ગયું સમજો! દારૂ સામાજિક દુષણ છે તે આદિવાસી સમાજનું કલંક નાં બને તે પહેલા જાગી જવાની જરૂરત; કાચામાલના વેપારીઓ સાવધાન! આપ સાથે જોડાયેલ છે કોરોના સંક્રમણની ચેન? આપ સરકાર દ્વારા લેવાયેલ મહામારીમાં તમામ સાવચેતીનાં કામો પર પાણી ફેરવી દેશો! થોડા નફા માટે જીવનું જોખમ શા માટે ઉભું કરો છો?
ગાંધીનગર-સ્ટેટ મોનીટરિંગ સેલની રચના: વોટ્સએપ, એસએમએસ, ફેસબુક, ઈ-મેઈલ દ્વારા લોકો પાસેથી માહિતી મેળવાશે.
ગુજરાત રાજ્ય સરકારે નશાબંધીના કાયદાનો કડક અમલ શરૂ કર્યો છે. એમાં મદદરૂપ થવા સરકારે નશાબંધી અંગેના સુધારાયેલા કાયદાના નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં નવી બાબત એ છે કે, સરકારે પ્રથમવાર નશાબંધીનો કડકાઈપૂર્વક અમલ કરવા માટે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.
સ્ટેટ મોનીટરિંગ સેલની રચના કરવામાં આવી છે, જેના કંટ્રોલ રૂમના નંબર 9978934444 ઉપર વોટ્સએપ અને SMS દ્વારા પણ નશાબંધી અંગેની માહિતી આપી શકાશે. જે સંપૂર્ણપણે ગુપ્ત રાખવાની સરકારે ખાતરી આપી છે. રાજ્યમાં ટોલ-ફ્રી નંબર-14405 શરૂ કરાયો છે સાથોસાથ સ્ટેટ મોનીટરિંગ સેલનું ફેસબુક આઈડી smcgujarat1@gmail.com પણ કાર્યરત કરવામાં આવ્યું છે.
નશાબંધીના કાયદાના વ્યાપક અમલ માટે સરકારે સોશિયલ મીડિયાનો જે વ્યાપક ઉપયોગ કરવાના કરેલા નિર્ણય પાછળ તેનો મુખ્ય હેતુ એ છે કે, દારૂની ખતરનાક બદીને ડામી દેવા માટે લોક-સહયોગ મેળવવો છે. લોકોએ આપેલી તમામ માહિતી ગુપ્ત રાખીને સરકાર રાજ્યમાં દારૂની બદીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માંગે છે.
આ સરકારની અનોખી પહેલ આમ જનતાને “જનતા રેડ” માટે સમર્થન આપે છે, ગામનાં સરપંચશ્રીઓને થોડું લોકહિત્ માટે આ કામમાં જનતા સાથે રહીને તમામ મળતીયાઓને ખુલ્લાં પાડવા લોકોની પડખે રહે તે જરૂરનું! તાપી જીલ્લાનાં ઘણાં ગામોમાં જનતા રેડ પડી રહી છે, અને તમારા ગામની શું સ્થિતિ છે? હપ્તા અને મળતિયાવાદ સામે જનતા રેડ જરૂરી!
વિનમ્ર અપીલ: ઘરમાં રહો સુરક્ષિત રહો, કોરોના વોરીયર્સ તાપી પોલીસ,આરોગ્ય સ્ટાફ, તંત્રને લાખ સલામ,