શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ઉમરપાડા રઘુવીર વસાવા
ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામેથી ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા ૨ ઈસમો ઝડપાયા તેમજ ૨ ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા.
સુરત: પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ, ગોપાલભાઈ અને બીજા સ્ટાફના માણસો સાથે બે પંચો મળી સરકારી વાહનોમાં પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે ચોખવાડા ગામે નિશાળ ફળિયામાં અસફીભાઈ ફીરોજભાઈ અંકલેશ્વરીયાનો પોતાના ઘરની બાજુમાં ગંજી પાનાનો હારજીતનો જુગાર રમી રમાડે છે.જેથી સ્ટાફના માણસોની સાથે પંચોને વાકેફ કરી સ્થળ ઉપર જઈ જોતાં ગોળ કુંડાળું કરીને બેઠા હોય સ્થળ ઉપર ૨ વ્યક્તિને પકડતા બીજા પોલીસને જોઈ નાસી છૂટયા હતા. પકડેલ ઈસમોનુ નામઠામ પુછતા ૧. વિનેશભાઈ ગુમાનભાઈ વસાવા રહે. શાતકાશી નીશાળ ફળ્યું તા. ઉમરપાડા, સુરતનો હોવાનો જણાવેલ જેનું અંગ ઝડતી કરતાં પેન્ટના ખિસ્સામાંથી અલગ અલગ ચલણી નોટો રોકડા રૂપિયા ૧૬૫ મળી આવેલ તેમજ દાવ પર રોકડા રૂપિયા ૨૨૦ મળી કુલ્લે ૬૧૫ રૂપિયા મળી આવેલ. નાસી છૂટયા ઈસમનું નામ ઠામ પુછતા પકડાયેલ ઈસમે જણાવ્યું કે નિતેશભાઈ ગુમાનભાઈ વસાવા, વિપુલભાઈ કનુભાઈ વસાવા બન્ને રહે ચોખવાડા નિશાળ ફળિયું તા. ઉમરપાડા, સુરત આ બન્ને ઈશમો ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે તેમજ પકડાયેલ ઈશમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ચોખવાડા ગામે પારસી ફળીયામાં જાહેરમાં ગંજી પાનાનો હારજીતનો જુગાર રમી રમાડી પકડાયેલ ઈશમો ૧. વિનેશભાઈ રમેશભાઈ વસાવા રહે શાતકાશી તા. ઉમરપાડા, સુરત ૨. અસપીભાઈ ફીરોજભાઈ અંકલેશ્વરીયા રહે ચોખવાડા,તા. ઉમરપાડા, સુરત નાઓની અંગ ઝડતી કરતા ૩૯૫ રૂપિયા તથા દાવ પરની રકમ ૨૨૦/- મળી કુલ્લે ૬૧૫ નો મુદ્દામાલ કબજે કરી ૩. નીતેશભાઈ ગુમાનભાઈ વસાવા ૪. વિપુલભાઈ કનુભાઈ વસાવા બન્ને રહે. ચોખવાડા તા. ઉમરપાડા સુરત નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.