Site icon Gramin Today

ઘાણીખૂટ ગામે થી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી નેત્રંગ પોલીસ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ઘાણીખૂટ ગામે થી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી નેત્રંગ પોલીસ;

પોલીસ મહાનીરીક્ષક શ્રી હરીક્રુષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ અંકલેશ્વર વિભાગ, અંકલેશ્વર તથા સી.પી.આઈ. શ્રી એફ.કે.જોગલ નાઓએ પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહી/જુગાર પ્રવુતિઓ ઉપર સતત વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને નેત્રંગ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલિંગમા હતા તે દરમિયાન બાતમી મળેલ કે “ઘાણીખુટ ગામે નવીવસાહત ફળીયામાં આવેલ ખેતરના આંબા વાડીયામાં આવેલ આંબાનાં ઝાડ નીચે ઘાણીખુટ ગામના રવજીભાઇ જીવણભાઇ વસાવા નાઓ કેટલાક ઇસમોને ભેગા કરી પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે..” જે બાતમી આધારે ઉપરોક્ત જગ્યાએ પંચો સાથે રેઈડ કરતા સ્થળ ઉપર કુલ-૦૪ આરોપી પકડાઈ ગયેલ તે તમામ પકડાયેલ આરોપીઓની અંગ જડતીમાંથી રોકડા રૂપિયા ૬૦૧૦/- તથા દાવ ઉપરથી મળેલા રોકડા રૂ.૫૦૫૦/- મળી કુલ રોકડા રૂ.૧૧,૦૬૦/- તથા કુલ મોબાઇલ ફોન નંગ.૦૩ કુલ કિં.રૂ.૧,૫૦૦/- તથા મો.સા.નંગ.૨ કીં.રૂ.૭૦,૦૦૦/-મળી કુલ કિં.રૂ.૮૨,૫૬૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપીઓ:-  

(૧)રવજીભાઇ જીવણભાઇ વસાવા, ઉં.વ.૩૪, રહે.ઘાણીખુટ, નિશાળ ફળીયુ, તા.નેત્રંગ , જી.ભરૂચ

(૨)મનુભાઇ રામાભાઇ વસાવા, ઉં.વ.૪૦, રહે.ઘાણીખુટ, ખાડી ફળીયુ, તા.નેત્રંગજી.ભરૂચ 

(૩) નગીનભાઇ રડવીયાભાઇ વસાવા, ઉં.વ.૫૫, રહે.ઘાણીખુટ, કુવા ફળીયુ , તા.નેત્રંગ , જી.ભરૂચ 

(૪)સંજયભાઇ મંગાભાઇ વસાવા, ઉં.વ.૪૦, રહે.ઘાણીખુટ, નિશાળ ફળીયુ તા.નેત્રંગ, જી.ભરૂચ 

વોન્ટેડ આરોપીઓ:-  

(૫) સંજયભાઇ શાંતીલાલભાઇ વસાવા

(૬) કલ્પેશભાઇ જાનીયાભાઇ વસાવા 

(૭) અજયભાઇ ભાવસીંગભાઇ વસાવા 

(૮) નિમેશભાઇ કનુભાઇ વસાવા તમામ રહે.ઘાણીખુટ, નવીવસાહત, તા.નેત્રંગ, જી.ભરૂચ

 

Exit mobile version