Site icon Gramin Today

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે બે દિવસીય યોજાઈ યોગ શિબિર:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે બે દિવસીય યોજાઈ યોગ શિબિર:

દિનકર બંગાળ, આહવા: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેનશ્રી યોગ સેવક શિશપાલજી ના માર્ગ દર્શન હેઠળ ઝોન કો ઓર્ડીનેટર શ્રીમતી પ્રીતિ બેન પાંડેના અધ્યક્ષ સ્થાને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે બે દિવસીય તાલુકા યોગ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વિદ્યાર્થીઓને યોગ, મુદ્રા, આસન અને પ્રાણાયામ ધ્યાન કરાવવામાં આવ્યું હતું. સાથે જ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફ થી કોલેજમાં યોગ અને રમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કુલ ૨૦ વિધાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે યોગ બોર્ડના લોગો વાળી ટી શર્ટ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો ઓર્ડીનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડે, પ્રોગ્રામ ઓફિસર ડાંગ જ્યોત્સના બેન, CDPO આહવા, ડૉ. ગણેશ નરભવર, ડો. ઉમેશભાઈ હડસ અને ડો. પી. કે માહલા, શિક્ષક શ્રી સંજય ભાઈ અને શ્રી અશ્વિન પરમાર વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

Exit mobile version