Site icon Gramin Today

ગાજરગોટા ગામ ખાતે મહિલા જૂથોને સરગવા નાં રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું : 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , ડેડીયાપાડા દિનેશ વસાવા

ગાજર ગોટા ગામ ખાતે  મિશન મંગલમૂ  અને આઈ. સી.આઈ. સી. આઈ.  ફાઉન્ડેશન નાં સહયોગ થી ગાજરગોટા ગામ ના મહિલા જૂથો ને સરગવા નાં રોપાઓ નું વિતરણ કરાયું : 

દેડીયાપાડા તાલુકો અતિપછાત વિસ્તાર ગણાતો હોય છે તેથી આ વિસ્તારમાં ઘણી એવી સ્વૈચ્છિક સંસ્થાઓ આ પછાત વિસ્તારમાં અહીંના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે હાલ ની કેન્દ્રની અને રાજ્યની સરકાર ઘણી એવી યોજનાઓ અમલમાં મૂકીને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એ હેતુસર સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પ્રયત્ન કરતી રહેતી હોય છે,

ત્યારે સરકાર શ્રી ની મિશન મંગલમ યોજના અને icici ફાઉન્ડેશન દ્વારા મહિલા સખી મંડળોઓને મહિલા સશક્તિકરણ અને મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા મિશન મંગલમ યોજના અથાગ પ્રયત્નો કરતી રહી છે, 
અત્રે ઉલ્લેખનીય છે કે  મિશન મંગલમ યોજના દ્વારા icici ફાઉન્ડેશન ના સહયોગથી ડેડીયાપાડા તાલુકાના 10 ગામોમાં સખી મંડળોને સરગવા રોપાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં ગાજરગોટા ગામથી શરૂઆત કરી ને રાભંવા, સામોટ, માલ, શીશા, મોહબી, કુંડી આંબા, કુકરદા, મોટી કાલબી અને કાકરપાડા જેવા જેવા ગામો નો સમાવેશ કરવામાં આવ્યો છે

Exit mobile version