Site icon Gramin Today

ગંગાપુર ગામ પાસે હાઇવે ઉપર સામ સામે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ગંગાપુર ગામ પાસે હાઇવે ઉપર સામ સામે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. ઘટના સ્થળે આઇસર ટેમ્પોના ડ્રાઈવર અને ક્લીનરનું મોત.

ડેડીયાપાડા તાલુકા માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 753 બી ઉપર ગંગાપુર અને કણબીપીઠા ગામ વચ્ચે ટ્રક તેમજ આઇસર ટેમ્પો વચ્ચે તારીખ 10 મેં ના રોજ વહેલી સવારના 6.30 કલાકે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક નંબર GJ-02-VV 9499 ના ચાલકે પોતાના કબજામાંનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી આયસર ટેમ્પો નંબર MH-20-CT-9329 ને એક્સીડન્ટ કર્યો હતો.

જેમાં આઇસર ક્લીનર ભાસ્કર બાબુરાવ દાની રહે.જન્માંલા તા.ગંગાપુર જિ.ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) નાઓને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. જ્યારે તેમજ આઇસર ટેમ્પોના ડ્રાઇવર મોહસીન મજીદ શેખ રહે. જમ્ભોલા તા.ગંગાપુર જિ.ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) ને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને એસ.એસ.જી. હોસ્પિટલ વડોદરા ખાતે લઈ જવામાં આવ્યા હતા. જેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

Exit mobile version