Site icon Gramin Today

ખેતીકામનાં ઉપયોગી એવા રસ્તાથી ગ્રામજનો ત્રસ્ત, તંત્ર ને અનેક વાર રજુઆત છતાં તંત્ર મૂકપ્રેક્ષક:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ખોપી ગામના ટેલિઆંબા ફળીયામાં વર્ષોથી ખેતી કામે જવાનાં રસ્તાની ખરાબ હાલતથી ગ્રામજનો ત્રસ્ત, તંત્ર ને અનેક વાર રજુઆત છતાં તંત્ર મૂકપ્રેક્ષક: 

સાગબારા તાલુકાના ખોપી ગામના ટેલીઆંબા ફળિયામાં ખેતી કામે જવાના રસ્તાથી ગ્રામજનો ત્રસ્ત બની ગયા છે. આ રસ્તા પર આશરે 25 થી વધુ ખેડૂતો ખેતી કરી પોતાનું ધાન્ય તેમજ રોકડિયા પાકો નું ઉત્પાદન કરે છે, ત્યારે ટેલિઆંબા ફળિયા માંથી તેમના ખેતરે સુધી પોંહચતો રસ્તો જે ચોમાસા દરમ્યાન ત્યાં બનાવેલા ચેકડેમ ના કારણે ધોવાય જતા ખેડૂતો ને ખાતર બિયારણ તેમજ પોતનો ઉપજાવેલો ધાન્ય પાક કે રોકડીયો પાક ત્યાંથી લઈ આવવા માટે નો માત્ર આ એક જ માર્ગ હોવાથી ચોમાસા દરમ્યાન ખૂબ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે, તેમ ત્યાંના ગ્રામજનોએ જણાવ્યું હતું, તેમજ ચાલુ વરસાદી માહોલમાં જવા આવવા માટે નદીના વહેણ ને કારણે અકસ્માતમાં જાનહાનિ થવાની પણ શકયતાઓ રહેલી છે.
જ્યારે આ બાબતે ગ્રામજનો એ ઘણી વખત તંત્રને ધ્યાન દોરી લેખિત અરજીઓ પણ તંત્ર ને કરી છતાં આ બાબતે કેમ કોઈ ઘટતું ના થયું; એ પ્રશ્ન ગ્રામજનોને સતાવી રહ્યો છે. તેમજ છેલ્લા 8 વર્ષ થી ગ્રામજનો એ 80,000 રૂપિયા જેટલો ખર્ચ કરીને માટી મેટલ રસ્તો બનાવ્યો છતાં પણ પાણીના મોટા વહેણ ને કારણે રસ્તા નું ધોવાણ થતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે આ બાબતે ચાલુ વર્ષ દરમ્યાન તારીખ 26 માર્ચ 2021ના રોજ તાલુકા વિકાસ અધિકારી ને પુરાણ કરવા રજુઆત કરી હોવા છતાં આ બાબતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતાં, તંત્રના આ કુણા વલણ દ્વારા  આખરે ગ્રામજનો એ રોષની લાગણી વ્યક્ત કરી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

Exit mobile version