Site icon Gramin Today

ખડસુપા ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન-2022 નો શુભારંભ કરાવતાં મંત્રીશ્રી નરેશભાઇ પટેલ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશભાઈ ગાંવિત

ખડસુપા ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન-2022 નો શુભારંભ કરાવતાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ: 

સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત:  

નવસારી જિલ્લામાં રૂ.૧૦૪૧ લાખના ખર્ચે કુલ ૨૯૭ કામો હાથ ધરાશે,

નવસારીઃ નવસારી જિલ્લાના ખડસુપા ખાતે રાજયના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલે સુજલામ સુફલામ જળ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર ઉપસ્થિત રહયાં હતાં.

 આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સુજલામ સુફલામ અભિયાન-૨૦૨૨ આજથી સમગ્ર ગુજરાત રાજયમાં પ્રારંભ થયો છે. આ જળ અભિયાનની શરૂઆત વર્ષ-૨૦૧૮ થી કરવામાં આવી હતી. કલાઇમેન્ટ ચેઇન્જના કારણે દિવસે-દિવસે પાણીની જરૂરિયાત વધી રહી છે. આ યોજના હેઠળ લોકભાગીદારીથી તળાવો ઉંડા કરવા, ચેકડેમોનું ડીસીલ્ટીંગ, નદીઓના કાઠા ઉપર વૃક્ષારોપણ, વનતલાવડી, નદીને પુનઃજીવિત કરવા, શહેરો/ગ્રામ્ય વિસ્તારમાં પાણીનો બગાડ અટકાવવાનો મુખ્ય ઉદેશ છે.સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જિલ્લામાં નદી સુધારણા, નહેર સફાઇ, ચેકડેમ અને સંગ્રહ તળાવ રિપેરિંગ તથા ઊંડા કરવાના કુલ રૂ.૧૦૪૧ લાખના ખર્ચે ૨૯૭ કામો હાથ ધરવાનુ આયોજન કરવામા આવ્યુ છે. જેનાથી પાણીના સંગ્રહશકિતમાં વધારો થશે.

 આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ અભિયાનનો આજે નવસારી જિલ્લાના ખડસુપા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત તળાવો ઉંડા કરવા, કુવા રીચાર્જીંગ, નહેરની સાફ સફાઇ જેવી જળસંચયની કામગીરી રાજય સરકારશ્રી પ્રજાહિત માટે કામગીરી કરી રહી છે. જળ એ જીવન છે તેમ જણાવી પાણીનું જીવનમાં કેટલું મહત્વ છે તે વિશે જાણકારી આપી હતી. 

 નવસારી જિલ્લામાં સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત નહેર સફાઇ, કાંસ સફાઇ, નવા ચેકડેમળ મળી કુલ-૧૪૦ કામો રૂા.૮૪૧ લાખ, વનવિભાગના ૬૬ કામો રૂા.૧૭૭ લાખ, નગરપાલિકાના ૧૦૨ કામો રૂા.૮૨ લાખ તેમજ જળસંચયના ૬૬૯ કામો રૂા.૨૨.૭૩ કરોડના ખર્ચે કરવામાં આવ્યાં છે. મનરેગા યોજના હેઠળ ૮૨૮૯ લોકોને રોજગારી મળી છે.

 કાર્યક્રમમાં જિલ્લા કલેકટર(ઇન્ચાર્જ) શ્રી અર્પિત સાગરે શાબ્દિક સ્વાગત કર્યુ હતું. અંતમાં કાર્યપાલક ઇજનેરશ્રી એસ.બી.દેશમુખે આભારવિધિ આટોપી હતી.

 આ પ્રસંગે શ્રી અશ્વિનભાઇ પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી કેતન જોષી, તાલુકા/જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.

Exit mobile version