Site icon Gramin Today

કોસંબા-ઉમરપાડા ટ્રેનને ફરીથી ચાલુ કરાવવા આજે તાલુકા કોગ્રેસે મામલતદારને આપ્યુ આવેદનપત્ર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરુનેશભાઈ 

કોસંબા-ઉમરપાડા ટ્રેનને ફરીથી ચાલુ કરાવવા આજે તાલુકા કોગ્રેસે ઉમરપાડા મામલતદારને આવેદનપત્ર આપવા આવ્યું હતું, રાજ્યપાલને સંબોધીને મોકલી અપાયું આવેદનપત્ર… અગર સરકાર આ બાબતે  ધ્યાન ન લેતો ગાંધી ચીંધ્યા માર્ગ અપનાવવા ઉચ્ચારી ચીમકી:  ઉલેખનીય છે કે ગુજરાતમાં ચાલતી વષો જૂની નેરોગેજ રેલ્વે સમગ્ર રાજ્યમાં બંધ કરવાનો નિર્ણય થોડા દિવસ પહેલાં કરેલ. 

માંગરોળ: કોસંબા થી ઉમરપાડા નેરોગ્રેજ ટ્રેન દોડતી હતી, આ ટ્રેન ગાયકવાડ શાસનમાં શરૂ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા ઘણાં સમયથી આ ટ્રેન કોઈ પણ પ્રકારની જાણ કર્યા વીનાં બંધ કરી દેવામાં આવી છે, ટ્રેન બંધ કર્યા બાદ રેલ્વે વિભાગે આ ટ્રેનનાં કોચ અને એન્જીનો પણ કોસંબા ખાતેથી અન્ય સ્થળે મોકલી આપ્યા છે, વળી કોસંબા થી ઉમરપાડા વચ્ચે આવતાં તમામ રેલ્વે સ્ટેશનો જર્જરીત થઈ જવા પામ્યા છે, આ ટ્રેનની રેલ્વે ટ્રેકની કામગીરી માટે જે સ્ટાફ હતો, એની અન્ય સ્થળે બદલી કરી દેવામાં આવી છે, કોસંબા થી ઉમરપાડા સુધીની સમગ્ર ટ્રેક ઉપર જંગલી વનસ્પતિઓએ સામ્રાજ્ય જમાવ્યું છે, આમ આ ટ્રેકનાં સ્મારકામ પાછળ લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરવો પડે, કોસંબા થી ઉમરપાડા સુધીનું કુલ અંતર આશરે ૬૦ કીમી જેટલું છે, જો કે આજે તારીખ ૧૪ મી ડિસેમ્બરનાં રોજ માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિ તરફથી માંગરોળનાં મામલતદાર ડી.સી.પટેલને એક આવેદનપત્ર પાઠવી બંધ કરાયેલ આ ટ્રેનને ફરી શરૂ કરવા તથા આ ટ્રેનને બ્રોડગેજમાં રૂપાંતર કરી મહારાષ્ટ્ર સાથે જોડવા માંગ કરી છે, આ આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે આ વિસ્તારનાં સાંસદ પ્રભુદાસ વસાવાએ અગાઉ જાહેરાત કરી હતી કે આ ટ્રેનને બ્રોડગેજમાં રૂપાંતર કરી મહારાષ્ટ્ર સુધી લબાવવા માટેની સર્વેની કામગીરી કરવા માટે બજેટમાં જરૂરી નાણાંની ફાળવણી કરવામાં આવી છે, આ પ્રસંગે માજી પંચાયતમંત્રી રમણભાઈ ચૌધરી, શામજીભાઈ ચૌધરી,એડવોકેટ બાબુભાઈ ચૌધરી, ઇરફાન મકરાણી, શાબૂદીન મલેક, રૂપસિંગભાઈ ગામીત, સંતોષ મેસુરીયા સહિત મોટી સંખ્યામાં કોગી કાર્યકરો હાજર રહ્યા હતાં.

Exit mobile version