Site icon Gramin Today

કૃષિ વૈવિધ્ય કરણ યોજનાં હેઠળ ખેડૂતોને જી.એન.એફ.સી.તરફથી ખાતર અને બિયારણ વિતરણ!

ગ્રામીણ ટુડે ન્યુઝ, ઉમરપાડા  રઘુવીર વસાવા

ઍડિશનલ કલેકટરશ્રી  એ.એમ.ભરાડા સાહેબનાં વરદ હસ્તે ખેડૂતોને  ખાતર તેમજ બીયારણનું કરવામાં  આવ્યુ વિતરણ. 

સુરત જીલ્લાનાં ઉમરપાડા તાલુકામાં  ગુજરાત સરકારની કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ  કૃષિ વિકાસ કેન્દ્રમાં જીલ્લા  પંચાયત સભ્ય  સામસિંગભાઇ વસાવા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ દરિયાબેન શાંતિલાલભાઈ વસાવા અને ઍડિશનલ કલેકટરશ્રી  એ.એમ.ભરાડા  સાહેબનાં વરદ હસ્તે ખેડૂતોને  ખાતર તેમજ બીયારણનું કરવામાં  આવ્યુ વિતરણ. 

ગત દીવાસો થી સતત રાજ્યભરમાં અનેકો જગ્યાએ  રાજ્ય સરકારની આદિજાતિ વિભાગ તરફથી ટ્રાયબલ સબ પ્લાન્ટ મારફતે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ અને કૃષિ વૈવિધ્ય કરણ  યોજનાં હેઠળ લાભાર્થી ખેડૂતોને જી.એન.એફ.સી.તરફથી ખાતર અને બિયારણ વિતરણ કરવાનો કાર્યક્રમ સુરતના અનેક  તાલુકા ખાતે રાખવામાં આવે છે, સદર કાર્યક્રમ પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને આદિજાતિ વિભાગનાં મંત્રી ગણપતસિંહ વસાવાએ સેટલાઈટનાં માધ્યમથી કરાવ્યો હતો,  

Exit mobile version