Site icon Gramin Today

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા દ્વારા ખેડૂતો સાથે ઓનલાઈન વેબિનાર યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા દ્વારા ખેડૂતો સાથે ઓનલાઈન વેબિનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ખાતે થી  ખેડૂતો ચોમાસા પૂર્વે ખરીફ પાકો,પશુ અને માનવ સ્વાસ્થ્યની ઓનલાઈન તાલીમ અપાઈ:

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – નર્મદા, આદિવાસી મહિલા તાલીમ કેન્દ્ર-નર્મદા, આત્મા યોજના – નર્મદા અને રિલાયન્સ ફોઉન્ડેશન- નેત્રંગ ના સંયુક્ત ઉપક્રમ થી ડાયલ આઉટ કૉંફેરેન્સ માધ્યમ થી ખેડૂતોને ચોમાસા પૂર્વે ખરીફ પાકો નું આયોજન ,પશુ અને માનવ સ્વાસ્થ્ય ની સાર સંભાળ અને વ્યસ્થાપન માં નર્મદા જિલ્લાનાં ૧૭૧ જેટલા ખેડૂતો એ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ જુદા જુદા વિષયો વિશે માહિતી આપી. જેમાં ડૉ.પી.ડી વર્મા (વરીષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, KVK ડેડીયાપાડા, મિસ.અવની રાવલ (એરિયા મેનેજર, રિલાયન્સ ફોઉન્ડેશન નેત્રંગ), ડૉ..સતીશ ધીમ્મર (પી.ડી. આત્મા, નર્મદા), ડૉ.એચ.આર.જાદવ વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ), ડૉ..મીનાક્ષી વી.તિવારી વૈજ્ઞાનિક (ગૃહવિજ્ઞાન) ડૉ.ડી.બી.ભીંસરા વૈજ્ઞાનિક (પશુપાલન)  પ્રો.વી.કે.પોશિયા મદદનીશ (પ્રાધ્યાપક વિસ્તરણ) આદિવાસી મહિલા તાલીમ કેન્દ્ર, ડેડીયાપાડા.

ઉપરોક્ત મહાનુભાવો દ્વારા આજનાં તાલીમ શાળામાં અલગ અલગ વિષય પર માહિતી આપવામાં આવી હતી.

Exit mobile version