Site icon Gramin Today

કલમકુઈ ગામે ૭૩માં પ્રજાસત્તાક પર્વની વત્સલ આશ્રમશાળા ખાતે ઉત્સાહ ભેર ઉજવણી કરાઈ:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કલમકુઈ ગામે ૭૩માં પ્રજાસત્તાક પર્વની વત્સલ આશ્રમશાળા ખાતે ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી…

આજ રોજ વત્સલ આશ્રમશાળા કલમકુઈ તથા પ્રાથમિક શાળા કલમકુઈ ના સંયુક્ત ઉપક્રમે શાળામાં ૨૬મી જાન્યુઆરી ૭૩માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. શાળામાં ધ્વજ વંદન નો કાર્યક્રમ સરકાર શ્રી ના કોવિડ 19 ના માર્ગદર્શનને ધ્યાનમાં રાખી, ખુબ જ સુંદર રીતે ઉજવણી કરવામાં આવી.

કલમકુઈ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતિ મનિષાબેન મહેશભાઈ ગામિત તથા ઉપસરપંચ તથા ગામના આગેવાનો અરવિંદભાઈ ગામિત તથા છોટુભાઈ ગામિત તથા ફેતસિંગભાઈ તથા વડીલો, યુવાનો તથા શાળા પરિવાર ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. “દિકરીની સલામ દેશને નામ‌” ના ભાગરૂપે ગામની વ્હાલી દિકરી શ્વેતાકુમારી મહેશભાઈ ગામિત દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને માતૃભૂમિને વંદન પ્રણામ કરી આશીર્વાદ મેળવ્યા હતા અને વિદ્યાર્થીઓ ને દેશના ભાવિ ઘડવૈયા બતાવી શિક્ષણ અને રાષ્ટ્રભાવનાની વાત કરી બાળકો ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું..

Exit mobile version