Site icon Gramin Today

ઉમરાણના ગુંદલાઆંબા ફળિયામાં જવા નો મુખ્ય માર્ગ પાણીમાં ધોવાયો: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

દેડીયાપાડા વિસ્તારમાં મેધરાજા ની દુવા-દાર બેટિંગ.! ઉમરાણના ગુંદલાઆંબા ફળિયામાં જવા નો મુખ્ય માર્ગ પાણીમાં ધોવાયો: 

વર્ષોથી ગ્રામજનો અહીંયા પુલ ની માંગણી કરી રહ્યા છે. ગુદલાઆબા ફળિયાના બાળકો એજ પુલના સહારે અભ્યાસ માટે ૩.કિ.મી દુર ઉમરાણ ગામે આવતા હોય છે.

 ડેડીયાપાડા તાલુકાના અનેક ગામોમાં ભારે થી અતિભારે વરસાદ ખાબક્યો છે, હવામાન વિભાગ ની આગાહી મુજબ દેડિયાપાડા તાલુકામાં સૌથી વધુ ૧૮ ઈંચ વરસાદ ખાબક્યો છે. અનેક ગામોમાં નાના-મોટા પુલ તુટ્યા હવાની વિગતો મળી રહી છે, ઉમરાણ ગામ થી ૩.કિ.મી દુર આવેલ ગુંદલાઆબા ફળિયું આવેલ છે, ત્યાં ગામમાં આવવા જવાનો મુખ્ય માર્ગ ધોવાયો છે. ગામજનો નું કહેવું છે કે વર્ષો થી અનેક રાજનેતાઓ પાસેથી પુલની માગણી કરી રહ્યા છે.

વર્ષો પહેલાં પુલનું નિર્માણ થયું હતું પરંતુ તેની લંબાઈ પુરતી ન હોવાં ના કારણે દર ચોમાસે આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે. નદીના અડધા ભાગમાં પણ પુલનું નિર્માણ નથી જેથી પાણીનો પ્રવાહ પુલની આસપાસ થી વહી રસ્તા નું વધારે ધોવાણ થતું હોય છે. વધુમાં રોજધાટ થી ટીલીપાડા જતા રસ્તો પણ મોટા પ્રમાણમાં ધોવાયો છે. સતત વર્ષી રહેલા વરસાદ ને પગલે ગોવલાવાડી, રોજધાટ, ઉમરાણ સહિતનાં વિસ્તારોમાં વીજ પુરવઠો સવાર થી ડુલ થયો હતો.

Exit mobile version