Site icon Gramin Today

ઉમરપાડામાં પૂર્વ. કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા સાહેબના હસ્તે અનેક વિકાસના કામોનુ કરાયું ખાતમુહર્ત: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ઉમરપાડા પ્રતિનિધિ 

ઉમરપાડા તાલુકામાં માનનીય પૂર્વ. કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા સાહેબના હસ્તે અનેક વિકાસના કામોનુ કરાયું ખાતમુહર્ત: 

આજરોજ સુરત જીલ્લાના ઉમરપાડા તાલુકાના અનેક વિકાસ કામો માનનીય પૂર્વ. કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા સાહેબના માર્ગદર્શન તેમજ સંકલન અને અથાગ પ્રયત્ન દ્વારા જનતાને વિકાસ કામો મળવા પામ્યા છે,

જેમકે નસારપુર ગામે વાંકી ડેમ પાસે રોડના પ્રોટેક્શન વોલ માટે 10 લાખ સિંચાઈ વિભાગની ગ્રાન્ટ દ્વારા તેમજ વેલાવી ગામે રમતના મેદાન માટે 6 લાખ અને શરદા ગામે રમતના મેદાન માટે 6 લાખ મનરેગા યોજના હેઠળની ગ્રાન્ટ માંથી તૈયાર થનાર રમત ગમતના મેદાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

આમ આજરોજ કુલ 22 લાખના વિકાસ કામોનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આજના કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રીમતિ શારદાબેન ચૌધરી, જિલ્લા પંચાયત સભ્યો શ્રીમતિ દરિયાબેન વસાવા , ઉપ-પ્રમુખશ્રી વિપુલભાઈ વસાવા , જિલ્લા સંગઠન મંત્રી સામસીંગભાઈ વસાવા, મહામંત્રી અમિષ વસાવા, પૂર્વ. જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ચેરમેન શાંતિલાલભાઈ વસાવા અને તાલુકા ચુંટાયેલ તાલુકા પંચાયત સભ્યો અને સરપંચ મિત્રો તેમજ પાર્ટીના કાર્યકર્તા મિત્રો સહીત અનેક લોકો હજાર રહયા હતાં.

Exit mobile version