Site icon Gramin Today

ઇક્કો કાર અને બાઈકનું અકસ્માત થતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મરણ થતાં ચકચાર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત 

ભિનાર ગામે ઇક્કો કાર અને બાઈક અકસ્માતમાં વાંસદા ચંપાવાડીના  બાઈક ચાલક આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળેજ મોત.

વાંસદા તાલુકાના ભીનાર ગામે કાજીયા ફળિયા ખાતે વાંસદા ઉનાઇ રોડ ઉપર ઇક્કો ગાડી નં.GJ21 CB 9287 નો ચાલક પોતાના કબજાની ગાડી પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રોંગ સાઈડ લઈ જઈ સામે ઉનાઈ તરફથી આવતી મો.સાયકલ નં. GJ21 Q 5187 સાથે અથડાવતા ગંભીર અકસ્માત સર્જ્યો હતો, જેમાં મોટર સાયકલ ચાલક હાર્દિક એમ. ઠાકોર ( રહે. ચંપાવાડી વાંસદા ) જેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. તેમજ તેમની પાછળ બેસેલ જીગ્નેશગિરી ગણેશગીરી ગૌસ્વામી અને છગનગીરી કૈલાસગીરી ગૌસ્વામી બંને( રહે. મોગરાવાડી, વાંસદા ) ને ગંભીર ઇજાઓ થતા જીગ્નેશગિરી ને વાંસદા કોટેજ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે લઈ ગયા હતા અને છગનગીરીને વાંસદા શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. સમગ્ર ઘટના અંગે મરનારના પિતા મનોજ મનુભાઈ ઠાકોર ( ઉ.વ. 45 રહે.ચંપાવાડી, વાંસદા ) નાઓને ઈક્કો ગાડી ચાલક વિરુદ્ધ વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વાંસદા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

Exit mobile version