Site icon Gramin Today

આહવા ગ્રામપંચાયત ખાતે ૭૪માં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુ મહાલા

સ્વાતંત્ર દિનના શુભ દીને આહવા ગૃપ ગ્રામ પંચાયતમાં સરપંચ હરિરામભાઈ આર. સાવંત ના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ  યોજવામાં આવ્યો હતો,  આ કાર્યક્રમમાં પંચાયતના સફાઈ કર્મી ઓને રેઇન કોટ અને માસ્ક વિતરણ કરવામાં આવ્યું:

૭૪માં સ્વતંત્ર દિન ૧૫ મી ઓગસ્ટની ઉજવણી આહવા ગ્રુપ ગ્રામ પંચાયતના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહી ધ્વજવંદન કરી રાષ્ટ્ર ગાન અને સલામી આપી ઉજવણી કરવામાં આવી હતી ,સરપંચ શ્રીહરિરામભાઈ આર. સાવંતએ સભ્યોને સૂચન કર્યું કે ગામના લોકોની સમસ્યાનું વહેલી તકે સમાધાન કરવું એ આપણી પ્રાથમિક ફરજ છે, વધુમાં સ્વાતંત્ર ના શુભ દીને અને સમગ્ર દેશમાં કોરોના નામક મહામારી ચાલી રહી છે, જેને પગલે સફાઈ કર્મી પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વિના જે કામગીરી બજાવી  છે તેવાં તમામ  સફાઈ કર્મચારીઓને આહવા પંચાયતના નવનિયુક્ત  યુવા સરપંચ હરિરામ સાવંત અને પંચાયતના સભ્યોના હસ્તે વરસાદી રક્ષણ હેતુ રેઇનકોટ,માસ્ક, અને હાથ મોજાનું  કોરોના કહેર વચ્ચે સુરક્ષાનાં  ભાગરૂપ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથેજ સમગ્ર આહવા નગરની સર્વે  જનતાને ૭૪માં સ્વતંત્ર દિન ૧૫મી ઓગસ્ટની ઉજવણી નિમિતે તેઓએ સર્વેને શુભેચ્છા પાઠવી હતી.

Exit mobile version