Site icon Gramin Today

આહવા આરોગ્ય વિભાગે સમર્થ હોસ્પિટલની ક્ષતી બાબતે લેખિતમાં જવાબ માંગ્યો : છતાં આજદિન સુધી શા માટે તંત્ર મૌન..?

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

સમર્થ હોસ્પિટલને આરોગ્ય વિભાગે આપેલ નોટીસનો જવાબ ડો. કેમ નથી આપતા ?  તપાસ નો વિષય..!!  શું હોસ્પિટલ સંચાલન કરનાર તંત્ર ને  કે તેના આદેશ ને ગણકારતા નથી .?

ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે ચાલતી સમર્થ હોસ્પિટલમાં અચાનક બાળકોના મૃત્યુ થયાના કોઈ અજાણ વ્યક્તિએ ગાંધીનગર ફરિયાદ કરી હોવાનું બહાર આવ્યું હતું જ્યારે આ સમગ્ર મામલની તપાસ ડાંગ જિલ્લા કલેક્ટરે જિલ્લા વિકાસ અધિકારીએ આરોગ્ય વિભાગને સોંપી હતી.

સમગ્ર મામલો નિષ્પક્ષ તપાસ થાય તેવા હેતુથી જિલ્લા વિકાસ અધિકારી વીપીન ગર્ગએ એક આરોગ્ય વિભાગની સમિતિની રચના કરી હતી જેમાં હોસ્પિટલની ઘણી ક્ષતીઓ બહાર ફલક પર આવી હતી જે મુદ્દે આરોગ્ય વિભાગે હોસ્પિટલ ને નોટિસ ફટકારી હતી.

આહવા સમર્થ હોસ્પિટલમાં તપાસ દરિમયાન ડોક્ટર ની ડિગ્રી, ફાયર સેફટીની સુવિધા, સ્ટાફની વિગત અને ડિગ્રીઓ જેવામાં વિષયમાં ભૂલો નીકળી હતી જે બાબતે આહવા આરોગ્ય વિભાગે સમર્થ હોસ્પિટલ પાસે લેખિતમાં જવાબ માંગ્યો હતો જે આજદિન સુધી મળ્યો નથી.

Exit mobile version