શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે આદિવાસી યુવતી પર થયેલ દુષ્કર્મ બાબતે સામાજિક અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર પાઠવાયું;
તારીખ ૨ ઓગષ્ટ ગુરુવારના રોજ પર પ્રાંતીય વ્યક્તિ થકી આદિવાસી સમાજ ની દીકરી પર એક ઇસમે છેલ્લા દોઢ વર્ષથી દુષ્કર્મ આચરી મહિલા સાથે દગો કર્યો હતો, જેને લઈને મહિલા એ ડેડીયાપાડા પોલીસ મથકે સામાજિક આગેવાનો સાથે મળીને તારીખ ૧૩/૦૭/૨૦૨૧ ના રોજ ફરિયાદ આપી હતી,જે બાબતે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતા ગુનો કરનાર અને તેના ૬ સાગરીતો સાથે તારીખ ૨૯/૦૮/૨૦૨૧ ના રોજ જાન થી મારી નાખવા માટે હુમલો કરવામાં આવ્યો હતો, જે બાબતે મહિલા અને સામાજિક અગ્રણીઓ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, તો છતાં પણ હજુ સુધી પીડિતા ને ન્યાય ન મળતા આખરે આદિવાસી વિસ્તારના સામાજિક અગ્રણીઓ મળી ડેડીયાપાડા ખાતે વિરોધ પ્રદર્શન કરીને મામલતદાર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું.