Site icon Gramin Today

આદિવાસી પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ રંગેચંગે આદિવાસીઓનો માનવ મહેરામણ ઉમટી પડ્યો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

ભરાડા ગામે પ્રથમ વાર આદિવાસી સંસ્કૃતિક મુજબ અને પરંપરાગત  પોશાકમાં સજ્જ થઈ રંગેચંગે આદિવાસીઓનો માનવ મહેરામણ ઉમટયો!!

યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી હવે સમગ્ર વિશ્વ સાથે ભારતભર ના સમગ્ર  આદિવાસી વિસ્તારના ગામડાઓમાં હોળી- દિવાળીના તહેવારોની જેમ જ  ઉજવણી‌ કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લાનાં દેડીયાપાડા તાલુકા નાં ભરાડા ખાતે પ્રથમવાર આદિવાસી સમાજના શુભચિંતકો યુવાનો દ્વારા ગામના વડીલો, નાના બાળકો, મહિલાઓ જે તાલુકા મથકે પહોંચી નહીં શકતા એમને પણ આદિવાસી દિવસની ઉજવણી થાય છે એ દિવસનું મહત્વ શું છે જેવા અનેક મુદ્દાઓનો અભ્યાસ કર્યા પછી ભરાડા ગ્રુપ ગ્રામ પંચાયતના પ્રયાસ તેમજ ભરાડા પ્રાથમિક શાળાના શિક્ષકો સાથે મળી નજીકમાં આવતા ગામડાંના સરપંચો સાથે સતત બેઠક કરી દરેક ગામ દીઠ સમિતિની રચના કરી આ વર્ષે આદિવાસી દિવસ ની ઉજવણી ગ્રામ્ય લેવલે સફળ બનાવી હતી.

સમગ્ર કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ઢોલ નગારા તુર જેવા આદિવાસી વિસ્તારના લોકોના જીવન જરૂરિયાતના હથિયારો સાથે મોટી સંખ્યામાં જનમેદની ઊમટી પડી હતી, સાથે જ સમગ્ર કાર્યક્રમ નું આયોજન ભરાડા, ચિકદા, ગોપલીયા ગામના યુવાનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી કાર્યક્રમ સ્થળની ફરતે અનેક એવા સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા, જેમાં આદિવાસીઓનો મુખ્ય ખોરાક એવા વાકળા માંડાનો સ્વાદ લોકો માંણી શકે તે માટે ઉભા કરવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે બીટ જમાદાર ઈનેશભાઈ વસાવા સહિત સ્ટાફ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન પીવાનાં પાણી અને ભોજનની વ્યવસ્થા સેવાભાવી  યુવાનો દ્વારા કરવામાં આવી. 

Exit mobile version