Site icon Gramin Today

આદિવાસી જન સેવા ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોને શેક્ષણિક સહાય કીટ નું વિતરણ કરાયું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન કુમાર

આદિવાસી જન સેવા ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોને સ્ટેશનરીનું કરાયું વિતરણ;

આદિવાસી જન સેવા ટ્રસ્ટ પલ્સી દ્વારા આયોજિત તારીખ 17 જુલાઈ શુક્રવાર ના રોજ ડેડીયાપાડા વિસ્તારના ખોખરાઉમર, બેસણા, ઝરણાવાડી તેમજ અન્ય ગામના ત્રીસ જેટલા અનાથ બાણકોને નોટબુક, કંપાસ કીટ જેવી વસ્તુ આપવામાં આવી હતી, આવી કોરોના ની મહામારી માં નિરાધાર બાળકોને આવી વસ્તુ ખરીદવામાં ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે , જે માટે આદિવાસી જન સેવા ટ્રસ્ટ પલ્સી દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

જેમાં મુખ્ય મેહમાન તરીકે અબ્બાસ શેઠ, રામજીભાઈ માજી સરપંચ કુનબાર , અશ્વિનભાઈ , LIC એજન્ટ સોમાભાઈ , આદિવાસી જન સેવા ટ્રસ્ટ પલ્સીનાં પ્રમુખશ્રી ગોપાલભાઈ હિંમતભાઇ વસાવા દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Exit mobile version