શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડીયાપાડા વિસ્તારના ર ગામોમાં આગાખાન ગામ સમર્થન કાર્યક્ર્મ (ભારત) નેત્રંગ દ્વારા કોવીડ-૧૯ અંતર્ગત જન જાગૃતિનાં ભાગરૂપે સ્વાસ્થ્ય, સ્વછતા અંતર્ગત કામગીરી કરવામાં આવી;
આગાખાન ગામ સમર્થન કાર્યક્રમ ( ભારત) નેત્રંગ દ્વારા છેલ્લા એક વર્ષથી ડેડીયાપાડા વિસ્તારના ર ગામોમાં કોવીડ-૧૯ અંતર્ગત જન જાગૃતિનાં ભાગરૂપે સ્વાસ્થ્ય, સ્વછતા અંતર્ગત કામગીરી કરવામાં આવી છે, જેમાં આરોગ્યના કર્મચારી, આશાવર્કર, આંગણવાડી વર્કર, આંગણવાડી મદદનીશની મદદ મેળવીને હાલ સુધીમાં ૨૮ ગામોમાં 500 થી વધારે અતિગરીબ પરીવારી જે તે ગામની આંગણવાડી પ્રાથમીક શાળાઓમાં કોવીડ-૧૯ સામે સલામતીના ભાગરૂપે વિના મૂલ્યે ૨૧૦૦ થી વધારે સાબુનું વિતરણ કરવામાં આવેલ છે.
તાજેતરમાં પાટડી ગામમાં ઉપર મુજબની કામગીરીના ભાગરૂપે આંગણવાડીમાં સાબુ બેન્કનું ઉદઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કુમારી દિવ્યાબેન વસાવા સીએચઓ શ્રીમતી ગીતાબેન એએનએમ, શ્રીમતી ગુણવંતીબેન વસાવા-આશાવર્કર શ્રીમતી જશોદાબેન વસાવા-આશાવર્કર શ્રીમતી સરીતાબેન આંગણવાડી વર્કરે તથા આગા ખાન ગામ સમર્થન કાર્યક્રમ (ભારત)- ડેડીયાપાડાના પ્રતીનીધી મેરામભાઇ ડાંગર અને સંસ્થામાં કામગીરી કરતાં સ્થાનિક કાર્યકરો પ્રિયંકાબેન વસાવા અને જસ્ટીનભાઈ રજવાડી દ્વારા કાર્યક્રમની તમામ પ્રકાર ની વ્યવસ્થા અને સંચાલન કરવામાં આવ્યું હતું.