Site icon Gramin Today

અટવાયેલા મહિલાને બાળકી સાથે ઘરે પહોચાડતી અભયમ-181 મહિલા હેલ્પલાઇન ટીમ ડાંગ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, રામુભાઇ માહલા

 સુરતથી નીકળેલ મહિલા સાથે તેમની ચાર વરસની બાળકી આહવામાં આવી તેમને ઘરે જવા માટે અંતે વાહન વ્યવહાર ન મળતા  181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માંગેલ:

ડાંગ : સુરતથી મહિલા તેમની ચાર વરસની બાળકી લઈને તેમના પિયર જવા માટે નીકળેલ હતી ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે મહિલા પહોંચી ગયેલ ત્યારબાદ તેમને પોતાના ઘરે જવા માટે કોઈપણ જાતની વાહન વ્યવહારની વ્યવસ્થા મળેલ ન હતી આથી ત્રાહિત વ્યક્તિ ને જાણ થતા મહિલાની મદદ માટે અભ્યમ 181 માં કોલ કરીને મદદ માટે કોલર ને જણાવેલ, ત્યારબાદ આહવાની 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા મહિલાને આહવાના અંતરિયાળ ગામમાં સુરક્ષિત તેમના ઘરે પહોંચાડેલ, એમ એક જાગૃત મહિલાએ સરકાર દ્વારા કાર્યરત મહિલા અભયમ 181 નો લાભ લઇ પોતાને સુરક્ષિત અનુભવી હતી. ગુજરાત રાજ્યના આંતરિયાળ વિસ્તારની  મહિલાઓ હવે જાગૃત બની રહી છે, મહિલા સાથે મહિલાના માતા-પિતાએ 181 મહિલા હેલ્પ લાઇનનો ખુબ ખુબ આભાર માનેલ હતો.

Exit mobile version