મારું ગામ મારાં ન્યુઝ

અંદાજે રૂા. ૨ કરોડના ખર્ચે નવનિર્મિત સાગબારા તાલુકા પંચાયત ભવનનું કરાયું લોકાર્પણ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા  સર્જનકુમાર 

તાલુકા મથકે શિક્ષણ, આરોગ્ય વગેરે સહિતની મહત્વની તમામ સુવિધાઓ પ્રજાજનોને સારી રીતે મળી રહે તેવો સરકારશ્રીનો અભિગમ રહેલો છે – ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા

નવનિર્મિત ભવનમાં વિવિધ પ્રકારની કામગીરી એક જ સ્થળેથી થવાથી બહારથી પોતાના કામકાજ માટે આવનાર પ્રજાજનોને પણ ખૂબજ સરળતા રહેવાની સાથે ફાયદો થશે:

અંદાજે રૂા. ૨ કરોડના ખર્ચે નવનિર્મિત સાગબારા તાલુકા પંચાયત ભવનનું કરાયું લોકાર્પણ:
રાજપીપલા: ભરૂચના સંસ્દસભ્યશ્રી મનસુખભાઇ વસાવાના મુખ્યમહેમાનપદે અને દેડીયાપાડાના ધારાસભ્યશ્રી મહેશભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, સાગબારા તાલુકા પંચાયત પ્રમુખશ્રી રોહિદાસ વસાવાના અતિથી વિશેષપદે પૂર્વ મંત્રીશ્રી મોતીસિંહ વસાવા તેમજ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શંકરભાઇ વસાવા, શ્રી મનજીભાઇ વસાવા, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા અગ્રણીશ્રી મોતીભાઇ વસાવા સહિત જિલ્લા- તાલુકાના આગેવાનો, સરપંચશ્રીઓ, દેડીયાપાડાના પ્રાંત અધિકારીશ્રી દિપક બારીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ ચૌધરી, કાર્યપાલક ઇજનેરશ્રી સંજય પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી કનૈયાલાલ વસાવા વગેરેની ઉપસ્થિતિમાં આજે સાગબારા ખાતે અંદાજે રૂા.૨ કરોડના ખર્ચે નવનિર્મિત સાગબારા તાલુકા પંચાયત ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રિબન કાપવાની સાથે તકતીનું અનાવરણ કરીને નવનિર્મિત તાલુકા પંચાયત ભવનને ખૂલ્લું મુકાયું હતું.
ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ સાગબારા ખાતે નવનિર્મિત સાગબારા તાલુકા પંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, કોઇપણ તાલુકાના ઝડપી વિકાસ માટે અદ્યતન તમામ સુવિધાઓથી સજજ જે તે તાલુકા પંચાયતનું ભવન અતિ મહત્વનું હોય છે. આ નવું બિલ્ડીંગ તમામ સુવિધાઓથી સજજ છે, ત્યારે આ ભવનમાં વિવિધ પ્રકારની કામગીરી એક જ સ્થળેથી થવાથી બહારથી પોતાના કામકાજ માટે આવનારા પ્રજાજનોને પણ ખૂબ જ સરળતા રહેવાની સાથે ફાયદો થશે. આ ભવવના માધ્યમથી સાગબારા તાલુકાનો ખૂબ ઝડપી વિકાસ થવાનો છે. તાલુકા મથકે શિક્ષણ, આરોગ્ય વગેરે સહિતની મહત્વની તમામ સુવિધાઓ પ્રજાજનોને સારી રીતે મળી રહે તેવો સરકારશ્રીનો અભિગમ રહેલો છે, ત્યારે આવનારા દિવસોમાં નવી સરકારી કચેરીઓના મકાનો ઉપરાંત કર્મચારીઓ માટેની જરૂરી આવાસ સુવિધાઓ પણ ઉપલ્બધ થાય તેવી વ્યવસ્થાઓના આયોજન સાથે ખાસ કાળજી રાખવામાં આવશે, તેમ શ્રી વસાવાએ ઉમેર્યુ હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ ના સીડીપી-૩ યોજના હેઠળ સાગબારા તાલુકા પંચાયતના નવા ભવનના મંજૂર કરાયેલા કામ અંતર્ગત અંદાજે રૂા. ૨ કરોડના ખર્ચે નવનિર્મિત સાગબારા તાલુકા પંચાયત ભવનમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી માટેની ચેમ્બર ઉપરાંત કર્મચારીગણ માટેની વહિવટી, શિક્ષણ, બાંધકામ, મિશન મંગલમ, નરેગા જેવી શાખાઓ તેમજ જનસુવિધા કેન્દ્ર તથા બેઠકો માટેનો સભાખંડ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ પાણીની મુશ્કેલી દૂર કરવા માટે વરસાદી પાણીને રેઇન વોટર હાર્વેસ્ટીંગ સુવિધા-લાઇટ ફીટીંગ સહિતની ઓફિસની જરૂરીયાતની તમામ સુવિધાઓ પરિપૂર્ણ કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है