Site icon Gramin Today

અંતરિયાળ વિસ્તાર માટે વરદાન સમાન 108 સેવા: એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી માતા અને બાળક બંને સ્વસ્થ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

જિલ્લાનાં અંતરિયાળ ગામો માટે વરદાન સમાન 108 સેવા: એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી માતા – બાળક ને જીવન દાન આપ્યું;

નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામો માટે 108 ઇમરજન્સી સેવા આશીર્વાદ રૂપ સાબિત થાય છે તા.13/07/21 ના રોજ ડેડીયાપાડા તાલુકાના કંજાલ ગામની પ્રિયંકાબેન વસાવા ને પ્રસુતાની  પીડા ઉપાડતા તેમણે 108 ઉપર કોલ કરતા ડેડીયાપાડા થી ઈએમટી તુષાર વસાવા અને પાયલોટ ઉસ્માનભાઈ કુરેશી થોડીજ ક્ષણોમાં એમ્બ્યુલન્સ લઇ કંજાલ ગામે પોહચી ગયા હતા, ત્યાં સગર્ભા ને એમ્બ્યુલન્સમાં લાવી વાઈટલ ચેક કર્યા અને સ્ટ્રેચર પર લીધા બાદ એમ્બ્યુલન્સ એસડી એચ હોસ્પિટલ ડેડીયાપાડા ખાતે જવા રવાના થયાં રસ્તામાં થોડે દૂર જતા સગર્ભાને પ્રસુતિની પીડા વધી જતા ઈએમટી તુષારભાઈ વસાવા એ એમ્બ્યુલન્સ રસ્તાની સાઈડમાં ઉભી રાખી અને તપાસ કરી, જેમાં પ્રસુતિનો સમય થઈ ગયો હોય તેમ લાગતું હતું, જેથી ઈએમટીએ એમ્બ્યુલન્સમાં આવતી સ્ટરાઈલ ડિલિવરી કીટ માં આવતો સમાન તૈયાર કરી ડિલિવરી કરવાની પૂરતી તૈયારી કરી લીધી.

એમ્બ્યુલન્સમાં આવતી ડિલિવરી કીટનો ઉપયોગ કરી ઈએમટી તુષારભાઈ વસાવા એ પોતાની આવડત અને સુજબુજ થી સગર્ભાની પ્રથમ પ્રસુતિ ને સફળતા પૂર્વક 108 એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવી હતી, ડિલિવરી દરમિયાન બાળક ના ગાળામાં વિન્ટાયેલી નાળ દૂર કરી બાળક નો જીવ બચાવાયો હતો, માતા અને બાળક ને એસ ડી એચ હોસ્પિટલ ડેડીયાપાડા ખાતે એડમિટ કરાયા હતા અને માતા બાળક બંને સ્વસ્થ હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવેલ છે.

Exit mobile version