Site icon Gramin Today

SOU એકતાનગર ખાતે જિલ્લાકક્ષાના“વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી કરાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

SOU એકતાનગર ખાતે જિલ્લાકક્ષાના“વિશ્વ યોગ દિવસ”ની શરૂઆત ઉજવણી કરવામાં આવી હતી, એકતાનગર ખાતે ૪ જગ્યાએ ઉજવણી કરાઈ હતી:

“આઝાદી કા અમૃત” મહોત્સવ અંતર્ગત દેશભરમાં ૭૫ આઇકોનીક સ્થળોએ થનારી“વિશ્વ યોગ દિવસ” ની ઉજવણીમાં ગુજરાતના ચાર સ્થળોમાં SOU-એકતાનગરનો સમાવેશ કરવામાં આવ્યો હતો, ઇડરના ધારાસભ્ય અને પ્રખ્યાત ફિલ્મ કલાકાર હિતુભાઇ કનોડિયા, લોકગાયિકા કિંજલ દવે, ગુજરાતી ફિલ્મ કલાકાર મયુર ચૌહાણ, વિશ્વપ્રસિદ્ધ ગાયક આદિત્ય ગઢવી, ગુજરાતી ફિલ્મ કલાકાર યુક્તિ રાંદેરીયાએ પણ યોગસાધના માં ભાગ લીધો,

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસતમાં સામેલ કરી છે, જે અન્વયે દર વર્ષે 21 જુન ના રોજ ‘વિશ્વ યોગ દિવસ’તરીકે ઉજવવાનું સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. ભારત સરકારે યોગ વિદ્યાની મૂળ ભૂમિ એવા ભારતમાં આ સંદર્ભે દર વર્ષે ૨૧ મી જુનના દિવસે વિરાટ અને વિસ્તૃત રીતે દરેક ગામમાં અને શહેરોમાં યોગને લગતા વિવિધ કાર્યક્રમોનું વિશાળ પાયે આયોજન થાય છે.


“આઝાદી કા અમૃત” મહોત્સવ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે ૮ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે દેશભરના ૭૫ આઇકોનિક સ્થળોની પસંદગી કરવામાં આવી હતી જેમાં ગુજરાતમાં પસંદ પામેલા ચાર આઇકોનિક સ્થળોમાં નર્મદા જિલ્લાના SOU-એકતાનગરનો પણ સમાવેશ કરાયો છે. જેનાથી આ વિસ્તારમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો, એકતાનગર ખાતે ૩,૮૦૦ કરતા પણ વધુ સાધકો એ યોગા કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે નિયત કરાયેલ વિવિધ ૪ સ્થળો પૈકી એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય ઉજવણી કરવામાં આવી હતી, તે સિવાય ડેમ વ્યુ પોઇન્ટ, ડેમ ટોપ અને નર્મદા મહાઆરતી ઘાટ ખાતે પણ ઉજવણી કરાઈ હતી, એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખભાઇ માંડવીયા, નર્મદા જીલ્લાના પ્રભારી મંત્રી પુર્ણેશભાઇ મોદી, સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા, ગીતાબેન રાઠવા, પૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણભાઇ તડવી,પૂર્વ સંસદીય સચિવ હર્ષદભાઇ વસાવા, નર્મદા સુગર ફેકટરી ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, રાજપીપલા નગરપાલીકા પ્રમુખ કુલદીપસિંહ ગોહીલ સહીતના પદાધિકારીઓ એ ઉજવણીમાં ભાગ લઈ યોગસાધના કરી હતી, આ ઉપરાંત એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે ઇડરના ધારાસભ્ય અને પ્રખ્યાત ફિલ્મ કલાકાર હિતુભાઇ કનોડિયા, લોકગાયિકા કિંજલ દવે, ગુજરાતી ફિલ્મ કલાકાર મયુર ચૌહાણ, વિશ્વપ્રસિદ્ધ ગાયક આદિત્ય ગઢવી, ગુજરાતી ફિલ્મ કલાકાર યુક્તિ રાંદેરીયા એ પણ યોગસાધના કરી હતી,

આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે સવારે 6 કલાકે વિશ્વ યોગ દિવસની કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતીમાં વિધિવત ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ ઉપસ્થિત સેલિબ્રીટી સાથે ઉપસ્થિત મહાનુભાવોએ વાર્તાલાપ કર્યા બાદ જીલ્લા પ્રભારી મંત્રી પુર્ણેશભાઇ મોદી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખભાઇ માંડવીયા તેમના પ્રાસંગિક પ્રવચન માં ઉપસ્થિત યોગસાધકોનો ઉત્સાહ વધાર્યો હતો, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સંબોધનના જીવંત પ્રસારણ બાદ ૪૫ મિનિટ સુધી એકસાથે તમામ ૪ સ્થળોએ સામુહિક યોગ સાધના કરાઈ હતી.

Exit mobile version