Site icon Gramin Today

સરકારે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેન્ટી યોજના (ECLGS)નું વિસ્તરણ કરવામાં આવ્યું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ

ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેન્ટી યોજના (ECLGS)નું વિસ્તરણ કરવામાં આવ્યું – સ્થળ પર ઓક્સિજન જનરેશન પ્લાન્ટ માટે ECLGS 4.0, ECLGS 3.0નું કવરેજ વ્યાપક કરાયું અને ECLGS 1.0ની મુદત વધારવામાં આવી:

કોવિડ-19 મહામારીના બીજા ચરણના કારણે અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં વિવિધ વ્યવસાયોમાં પડેલા વિક્ષેપોને ધ્યાનમાં રાખીને, સરકારે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેન્ટી યોજનાના વ્યાપને નીચે ઉલ્લેખિત રીતે વધુ વિસ્તૃત કર્યો છે:

(i) ECLGS 4.0હોસ્પિટલ/નર્સિંગ હોમ/ક્લિનિક્સ/મેડિકલ કોલેજને સ્થળ પર જ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ ઉભા કરવા માટે રૂ. 2 કરોડ સુધીની લોન માટે 100% ગેરેન્ટી કવચ, વ્યાજ દર મહત્તમ 7.5%.

(ii) જે ઋણધારકો 05 મે 2021ના રોજ બહાર પાડવામાં આવેલી RBIની માર્ગદર્શિકાઓ અનુસાર રિસ્ટ્રક્ચરિંગ માટે પાત્રતા ધરાવતા હોય અને ECLGS 1.0 હેઠળ એકંદરે ચાર વર્ષના સમયગાળા માટે લોન પ્રાપ્ત કરી હોય, જેમાં પ્રથમ 12 મહિનામાં માત્ર વ્યાજની પુનઃચુકવણી કરવાની હોય અને પછીના 36 મહિનામાં મુદ્દલ તેમજ વ્યાજની ચુકવણી કરવાની હોય, તેઓ તેમની ECLGS લોન માટે પાંચ વર્ષની મુદતનો લાભ લઇ શકશે એટલે કે, પ્રથમ 24 મહિના માટે ફક્ત વ્યાજની પુનઃચુકવણી કરવાની રહેશે જ્યારે તે પછીના 36 મહિનામાં મુદ્દલ અને વ્યાજની પુનઃચુકવણી કરવાની રહેશે.

(iii) ECLGS 1.0 અંતર્ગત આવરી લેવામાં આવેલા ઋણધારકોને 29 ફેબ્રુઆરી 2020ના રોજ બાકી રહેલી ચુકવવાપાત્ર રકમના 10% લેખે વધારાની ECLGS સહાય, 05 મે 2021ના રોજ RBIની માર્ગદર્શિકા અનુસાર રિસ્ટ્રક્ચરિંગ માટે આપવામાં આવશે.

(iv) ECLGS 3.0 હેઠળ પાત્રતા માટે બાકી લોનની ચુકવવાપાત્ર રૂ. 500 કરોડની હાલની મહત્તમ મર્યાદા દૂર કરવામાં આવશે, જે પ્રત્યેક ઋણધારકોને 40% અથવા રૂ. 200 કરોડમાંથી જે પણ રકમ ઓછી હોય તેટલી મહત્તમ વધારાની ECLGS સહાયને આધીન રહેશે.

(v) નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને ECLGS 3.0 હેઠળ પાત્ર ગણવામાં આવશે.

(vi) ECLGSની માન્યતા 30.09.2021 અથવા રૂ. 3 લાખ કરોડની રકમ માટે ગેરેન્ટી ઇશ્યુ કરવામાં આવે ત્યાં સુધી લંબાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત રકમની ચુકવણી માટે 31.12.2021 સુધીની મંજૂરી આપવામાં આવી છે.

ECLGSમાં સુધારાઓથી, MSMEને વધારાનો સહકાર આપીને, આજીવિકાઓનું રક્ષણ કરીને અને આપણી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ વિના અવરોધે શરૂ કરવામાં મદદરૂપ થઇને ECLGSની ઉપયોગિતા અને અસરને વધારી શકાશે. આ ફેરફારોથી વાજબી શરતોએ સંસ્થાગત ધીરાણના પ્રવાહની સુવિધા વધારી શકાશે.

આ સંદર્ભે વિગતવાર પરિચાલન માર્ગદર્શિકા રાષ્ટ્રીય ધીરાણ બાંયધરી ટ્રસ્ટી કંપની (NCGTC) દ્વારા અલગથી બહાર પાડવામાં આવે છે.

નાણાં મંત્રાલય

ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેન્ટી યોજના 4.0 (ECLGS 4.0)

1. હોસ્પિટલ/નર્સિંગ હોમ/ક્લિનિક્સ/મેડિકલ કોલેજને સ્થળ પર જ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ ઉભા કરવા માટે રૂ. 2 કરોડ સુધીની લોન માટે 100% ગેરેન્ટી કવચ, વ્યાજ દર મહત્તમ 7.5%.

2. જે ઋણધારકો 05 મે 2021ના રોજની RBIની માર્ગદર્શિકાઓ અનુસાર રિસ્ટ્રક્ચરિંગ માટે પાત્રતા ધરાવતા હોય અને ECLGS 1.0 હેઠળ એકંદરે ચાર વર્ષના સમયગાળા માટે લોન પ્રાપ્ત કરી હોય જેમાં પ્રથમ 12 મહિનામાં માત્ર વ્યાજની પુનઃચુકવણી કરવાની હોય અને પછીના 36 મહિનામાં મુદ્દલ તેમજ વ્યાજની ચુકવણી કરવાની હોય તેઓ તેમની ECLGS લોન માટે પાંચ વર્ષની મુદતનો લાભ લઇ શકશે.

નાણાં મંત્રાલય

ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેન્ટી યોજના 4.0 (ECLGS 4.0)

3. ECLGS 1.0 અંતર્ગત આવરી લેવામાં આવેલા ઋણધારકોને 29 ફેબ્રુઆરી 2020ના રોજ બાકી રહેલી રકમના 10% વધારાની ECLGS સહાય, 05 મે 2021ના રોજ RBIની માર્ગદર્શિકા અનુસાર રિસ્ટ્રક્ચરિંગ માટે.

4. ECLGS 3.0 હેઠળ પાત્રતા માટે બાકી લોનની રૂ. 500 કરોડની હાલની મહત્તમ મર્યાદા દૂર કરવામાં આવશે, જે પ્રત્યેક ઋણધારકોને 40% અથવા રૂ. 200 કરોડમાંથી જે પણ રકમ ઓછી હોય તેટલી મહત્તમ વધારાની ECLGS સહાયને આધીન રહેશે.

NCGTC

ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેન્ટી યોજના 4.0 (ECLGS 4.0)

5. નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર ECLGS 3.0 હેઠળ પાત્ર ગણવામાં આવશે

6. ECLGSની ઉપલબ્ધતા 30.09.2021 અથવા રૂ. 3 લાખ કરોડની રકમ માટે ગેરેન્ટી ઇશ્યુ કરવામાં આવે ત્યાં સુધી લંબાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત રકમની ચુકવણી માટે 31.12.2021 સુધીની મંજૂરી આપવામાં આવી છે.

ECLGSમાં સુધારાઓથી, MSMEને વધારાનો સહકાર આપીને, આજીવિકાઓનું રક્ષણ કરીને અને આપણી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ વિના અવરોધે શરૂ કરવામાં મદદરૂપ થઇને ECLGSની ઉપયોગિતા અને અસરને વધારી શકાશે. આ ફેરફારોથી વાજબી શરતોએ સંસ્થાગત ધીરાણના પ્રવાહની સુવિધા વધારી શકાશે.
આ સંદર્ભે વિગતવાર પરિચાલન માર્ગદર્શિકા રાષ્ટ્રીય ધીરાણ બાંયધરી ટ્રસ્ટી કંપની (NCGTC) દ્વારા અલગથી બહાર પાડવામાં આવે છે.

Exit mobile version