Site icon Gramin Today

ઇસ્ટરની પૂર્વ સંધ્યા પર ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ પાઠવી દેશવાસીઓને શુભેચ્છાઓ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

ઇસ્ટરની પૂર્વ સંધ્યા પર ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ પાઠવી દેશવાસીઓને શુભેચ્છાઓ:

નવી દિલ્હી:  ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ઇસ્ટરની પૂર્વ સંધ્યા પર તમામ દેશવાસીઓને અને વિદેશમાં રહેતા ખ્રિસ્તીબંધુઓને  શુભેચ્છાઓ પાઠવી છે.

રાષ્ટ્રપતિએ એક સંદેશમાં કહ્યું છે કે, “ઇસ્ટરના શુભ પ્રસંગે, હું ભારત અને વિદેશમાં રહેતા તમામ દેશવાસીઓને ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયને મારી શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું.

ભગવાન ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની યાદમાં ઇસ્ટરનો પવિત્ર તહેવાર નિઃસ્વાર્થ પ્રેમ અને સેવાનો સંદેશ આપે છે. ઈસુ ખ્રિસ્તનું બલિદાન આપણને ત્યાગ અને ક્ષમાના મૂલ્ય શીખવે છે. તેમનું જીવન માનવતાને સત્ય, ન્યાય અને કરુણાના માર્ગ પર ચાલવા પ્રેરણા આપે છે.

આ આનંદદાયક પ્રસંગે, ચાલો આપણે તેમના જીવન-મૂલ્યો અપનાવીએ અને સમાજમાં શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપીએ’ 

 

Exit mobile version