Site icon Gramin Today

હાથરસ ગેંગરેપ બાબતે વ્યારા શહેર કોંગ્રેસ સમીતી તથા વિવિધ સામાજિક સંગઠનો દ્વારા કેન્ડલ લાઇટ માર્ચનું આયોજન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર 

ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે દલિત દીકરીની ગેંગરેપ કર્યા બાદ ક્રૂરતાપૂર્વક જે હત્યા કરવામાં આવી તેનાં દોષીઓ બળાત્કારીઓને ફાંસીની સજાની માંગ સાથે વ્યારામાં કેન્ડલ લાઈટ માર્ચનું આયોજન:

યોગી સરકાર કથની અને કરણીમાં ફેર: મહિલા સુરક્ષાનાં યોગી સરકારનાં ખોટા તયફાનો પર્દાફાસ? 
રાત્રીના અંધારામાં પીડિતાને અગ્નિદાહ સામે ભારત ભરમાં UP ની યોગી સરકારનો વિરોધ વ્યકત કરવામાં આવ્યો.

તાપી; વ્યારા: ભાજપનાં લોકપ્રિય નેતા યોગીનાં રાજમાં ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે દલિત દીકરીની ગેંગરેપ કર્યા બાદ ક્રૂરતાપૂર્વક જે હત્યા કરવામાં આવી છે જેને લઇને સમગ્ર દેશમાં ખુબજ આક્રોશ જોવા મળી રહ્યો છે આજે દેશમાં દર કલાકે ચાર બળાત્કારની ઘટનાઓ બની રહી છે અને મહિલાઓની સુરક્ષાના મામલે કેન્દ્રની  ભાજપ સરકાર અને ઉત્તરપ્રદેશની યોગી સરકાર  ખૂબ જ નિષ્ફળ પુરવાર થઇ છે, અને આ જન આક્રોશ સમગ્ર દેશના શહેર અને  ગામેગામમાં  જોવા મળી રહ્યો છે, દેશભરમાં કોંગ્રેસ  કેન્દ્રની ભાજપ સરકારને આડે હાથે લઇ રહી છે, વિપક્ષો પણ ચોતરફે સરકારને ઘેરી રહ્યા છે, લોકો સોસીયલ મીડિયામાં કેન્દ્રીયમંત્રી સ્મુર્તી ઈરાનીનાં બંગડી વાળા નિવેદનને વાયરલ કરી રહ્યા છે,   દેશનાં પત્રકારોને અને  દિગ્ગજ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે પીડિતાના પરિવારને ન મળવા દેવા માટે રાજ્ય સરકારનાં વલણ ને આખો દેશ જોય રહ્યો છે,  મળતી માહિતી મુજબ આજે ૩૫ સાંસદો સાથે રાહુલ ગાંધી હાથરસ જવા રવાનાં થયા છે,   ત્યારે ગત રોજ  વ્યારા ખાતે પણ વ્યારા શહેર કોંગ્રેસ સમીતી તથા વિવિધ સામાજિક સંગઠનો દ્વારા ભેગા થઈને કેન્ડલ લાઇટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં સિદ્ધાર્થભાઈ ચૌધરી, ગમનભાઈ ગામીત, રાજુભાઈ ઉમિયા, નીરવ અધ્વર્યુ, મજહર કાઝી, રાજુભાઈ જાદવ, વિજયભાઈ શાહ, બંટી  શાહ, હિરેનભાઈ શાહ, દિલીપભાઈ જાદવ, નિમેષભાઈ, વિપુલભાઈ વિરલભાઇ ટેલર, નિમેષભાઈ સરવૈયા, નિમેષભાઈ શાહ, મીતા ઢોડિયા, મોન્ટી, રાહુલ સહીત  વિવિધ વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મહાત્મા ગાંધી ચોક થી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ના પૂતળા સુધી મીણબત્તી સાથે મૌન રેલી કાઢી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Exit mobile version