Site icon Gramin Today

વિશ્વ મહાસત્તાએ કોરોના દાનવ સામેની લડતમાં ભારત પાસે રાખી અપેક્ષા!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાલે કોરોના સામે લડવા માટે ભારત પાસે મદદ માંગી હતી, પણ આજે  ટ્રમ્પે ભારતને  આપી ચેતવણી!  ટ્રમ્પે ભારત પાસે મેલેરિયાને ખત્મ કરવા વાળી દવા હાઇડ્રૉક્સીક્લૉરોક્વીન માંગી હતી. પણ તે દવાનો નિકાસ કરવાંપર  પ્રતિબંધ છે:   હવે ટ્રમ્પે કહ્યું છે કે જો ભારત હાઇડ્રૉક્સીક્લૉરોક્વીનની નિકાસ પરનો પ્રતિબંધ નહીં હટાવે તો અમે બદલાની કાર્યવાહી કરીશું. આ પ્રેસીડેન્ટ ટ્રમ્પ ની ચેતવણી કે પછી ધમકી?   હિન્દીની કહેવત અમેરિકા માટે બહુ સાર્થક થતી માલુમ પડે છે, “માંગ કે ખાના વો ભી ગરમ રોટી”  (ગુસ્તાખી માફ)

કોરોના મહામારીની દેહ્સત આખી દુનિયામાં છે, કોરોના  ફાયટરો આજે એવું યુદ્ધ લડી રહ્યા છે દુશ્મન અદ્રશ્ય અને  અનદેખો છે, વિજ્ઞાન દ્વ્રારા માનવીએ બહુ તરક્કી કરી છે આકાશમાં ઉડવાની, સમુદ્રમાં જવાની કોઈ સીમાઓ નથી રોકી શકતી; સતત  સંસોધન અને પરીક્ષણો, તર્ક વિતર્કની કોઈ સીમા નથી; ગત દિવસે વિજ્ઞાને ભગવાન વિષય પર પણ સંસોધન કરી નાખ્યું ! આજે આખું વિશ્વ તથા વિજ્ઞાને સામાન્ય કોરોના સામે ઘુટણ ટેકવી ધીધાં? વાહ રે માનવીએ કરેલાં સંસોધન અને કરેલી પ્રગતી!    આજે મહાસત્તા અમેરિકામાં કોરોના દાનવનો મચ્યો છે  કાળો કહેર:  અમેરિકામાં દર મીનીટે એક મૃત્યુ કોરોનાને લીધે થઈ રહ્યું છે દરરોજ ૨૧ નવા કોરોના સંક્રમિત કેશ અને ૧૦૮૭૧ કુલ મરણ થઈ ચુક્યા છે, ગત  ચોવીસ કલાકે ૩૦૩૩૨ નવાં કેશ આવ્યા સામે; અમેરિકામાં અત્યાર સુધીમાં ૩.૫ લાખથી વધારે કોરોના સંક્રમિત લોકોને કરાયા કોરોનટાઈન; સંભવિત છે કે કોઈ પણ દેશનો પ્રધાન સેવક ઈલાજ માટે અપેક્ષા રાખે,  અહિયાં વાત છે આયાત નીર્યાતની નથી કે મિત્રતાની! હવે ટ્રમ્પે કહ્યું છે કે જો ભારત મલેરિયાની દવા હાઇડ્રૉક્સીક્લૉરોક્વીનની નિકાસ પરનો પ્રતિબંધ નહીં હટાવે તો અમે બદલાની કાર્યવાહી કરીશું કાર્યવાહી એટલે દબાણ ઉભું કરી સકે છે? સમાન નિર્યાત, વલ્ડ બેંક, આર્થિકરીતે મદદ, વીટો પવારનો ઉપયોગ, એમ ઘણા ફિલ્ડ છે જ્યાં અમેરિકા ભારતને સહાય ન કરતાં દબાણ ઉભું કરે એમ છે,

આ બધાની વચ્ચે ન્યૂયોર્કમાં 29 એપ્રિલ સુધી શટડાઉન વધારી દેવાયુ છે, એક વાત તો નક્કી મોદી વિરોધીઓને નવો મુદ્દો મળી ગયો;  ભારત ૧૪ એપ્રિલ સુધી લોક ડાઉન છે,  હવે જોવું રહ્યું ભારત મલેરિયાની  દવાઓ અમેરિકાને મોકલવા નીકાસનો પ્રતિબંધ હટાવે છે કે પછી? વિકટ સમયમાં મદદ કરવી અને મદદ લેવી કોઈને નાનાં મોટાં નથી બનવતી: અમેરિકાનો  અહંકાર કે પછી મદદની ગુહાર? સમય બતાવી આપશે!   “કોરોના ફાઈટરોને” લાખ લાખ સલામ   “ઘરમાં રહો સુરક્ષિત રહો” 

Exit mobile version