Site icon Gramin Today

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિતે RUN FOR UNITY – RUN FOR FiT INDIA  થીમ પર અનોખી નમોથોન દોડનું આયોજન:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સુનિતા રજવાડી

લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસ નિમિતે RUN FOR UNITY – RUN FOR FiT INDIA  થીમ પર અનોખી નમોથોન દોડનું આયોજન કરી ઉજવણી કરાઈ:

ભરૂચ: આજ રોજ ભરૂચ જિલ્લા ભાજપા સંગઠન દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસ નિમિતે RUN FOR UNITY – RUN FOR FiT INDIA  થીમ પર ભરૂચ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 93 કી.મી. નમોથોન નું આયોજન કરવામાં આવ્યું હતું,

ભાજપા સંગઠન ઝઘડિયા તાલુકા દ્વારા આ મેરોથોન માં ભાગ લેનાર યુવાનો નું ગોવાલી મુકામે પુષ્પ હાર પહેરાવી ને સ્વાગત કરી યુવાનો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા, આં સમયે સાથી મિત્ર ઝઘડિયા તાલુકાના મહામંત્રી કેતવભાઇ દેસાઈ, યુવા મોરચા ના પ્રમુખ ધ્રુપલ ભાઈ પટેલ, તથા યુવા આગેવાન દિનેશ વસાવા સહિત અનેક કાર્યકર્તા મિત્રો રહી યુવાનો ને ઉત્સાહ અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. 

Exit mobile version