Site icon Gramin Today

BTP ના સુપ્રીમો છોટુભાઈ વસાવા અને ધારાસભ્ય મહેશભાઇ વસાવા વિશે ટિપ્પણી સામે કાયદેસરની કાર્યવાહી ની માંગ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

BTP ના સુપ્રીમો છોટુભાઈ વસાવા અને ડેડીયાપાડા ધારાસભ્ય મહેશભાઇ વસાવા વિશે અપશબ્દ કહેનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ;

આદિવાસીઓના મસીહા તરીકે  દેશ અને ગુજરાતના  રાજકારણમાં પોતાની વિસીસ્ટ ઓળખ ધરાવે છે છોટુભાઈ વસાવા, 

નર્મદા જિલ્લા BTP પ્રમુખ બહાદુરભાઈ વસાવા દ્વારા ડેડીયાપાડા પોલિસ સ્ટેશન માં અરજી આપવામાં આવી છે, કે તારીખ 29/12/2021 નાં રોજ મોજે. પીપલોદ ગામ નાં મંદિર ફળિયામાં જાન્યાભાઈ ઉબડીયાભાઈ વસાવાના પત્નીના  બારમાં(દુઃખદ) પ્રસંગ  અંતર્ગત યોજાયેલ ભજનના કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય ઝગડીયાનાં મતક્ષેત્ર છોટુભાઈ અમરસિંગભાઈ વસાવા, તથા ડેડીયાપાડા મત ક્ષેત્ર મહેશભાઈ છોટુભાઈ વસાવા બંને રહે,માલજીપુરા , તાલુકો-ઝગડીયા, જિ.ભરૂચ. ઉપરોકત બંને ધારાસભ્ય શ્રી આદિવાસીઓની સામાજિક રાજકીય હક્ક અધિકારની લડત વર્ષો થી ચલાવી રહ્યા છે. સમગ્ર  ગુજરાત સહીત  દેશમાં સારી એવી પ્રતિષ્ઠા ધરાવે છે. ઉપરોકત વિરુદ્ધમાં ઉપર જણાવેલી તારીખે બારમાં વિધિમાં માનનીય છોટુભાઈ અમરસિંગઈ વસાવા, મહેશભાઈ છોટુભાઈ વસાવા ચોર તેમજ ડાકુ છે અને એમની ગાડી ચેક કરીએ તો એક બોક્ષ બીયર, અને એક બોક્ષ કોટરીયા નીકળે ” તેવી સ્થાનિક આદિવાસી ભાષા માં ભજન ઉપજાવી કાઢી ને જાહેર મંચ પર વિડીયો બનાવી, માલસામોટ ગામના નરેશભાઈ પુનિયાભાઈ વસાવા ના મોબાઈલ દ્વારા સોશ્યલ મીડીયાના જુદા જુદા માધ્યમ થકી વિવિધ ગ્રુપ માં વિડીયો વાઈરલ કરેલ છે. જેના લીધે સમાજમાં માનનીય ધારાસભ્ય શ્રીની પ્રતિષ્ઠાને માનહાની પહેચી છે.

અને અમો સમાજમાં ઈજજતદાર વ્યક્તિ હોય તો તેમના સમર્થકોમાં ઉગ્ર રોષ હોય, કોઈપણ સમર્થકો ને ખોટું લાગી આવતા, સદરહુ ભજન ગાનાર આરોપી ને જાહેરમાં કોઈ પણ જાત ને અનિચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી ભારતીય ટ્રાઈબલ પાર્ટી, ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના ના કાર્યકરોની કોઈ પણ જાતની જવાબદારી રહેસે નહિ. અને આવું કૃત્ય કરવાથી આઈ.ટી.એક્ટ તથા સી.આર.પી.સી અને આઈ.પી.સી.ની જુદી જુદી કલમો થી ગુનો નોંધી તપાસ થાય તેવી માંગ કરી છે.

આરોપી:- ૧. રાયસિંગભાઈ તુલીયાભાઈ વસાવા. રહે.- સગાઇ, તા. ડેડીયાપાડા જી.નર્મદા

૨.નરેશભાઈ પુનિયાભાઈ વસાવા, રહે.માલસામોટ (માલ ફળિયું) તા.ડેડીયાપાડા, જી.નર્મદાનાઓ સામે કડક માં કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.

Exit mobile version