Site icon Gramin Today

BJP સદસ્ય અભિયાન અંતર્ગત વાંસદા તાલુકામાં નવા સદસ્ય અભિયાનનો શુભારંભ કરાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત 

ભારતીય જનતા પાર્ટી ગુજરાતના સદસ્ય અભિયાન અંતર્ગત વાંસદા તાલુકાના નવા સદસ્ય અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો.

વાંસદા મંડળ દ્વારા ન્યુ સદસ્યતા અભિયાનનું વાંસદા ભાજપ કાર્યાલય ખાતેથી લોન્ચિંગ કરવામાં આવ્યું.

ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન અંતર્ગત વાંસદા મંડળ દ્વારા ન્યુ સદસ્યતા અભિયાનનું વાંસદા ભાજપ કાર્યાલય થી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે તાલુકા બીજેપી પ્રમુખશ્રી મુકેશ ભાઈ પટેલ, તાલુકાના બીજેપીના મહામંત્રીઓ સંજય બિરારી, રાકેશ ભાઇ શર્મા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી શાંતુભાઈ ગાંવિત, કારોબારી અધ્યક્ષ રસિકભાઈ ટાંક, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વીરલભાઈ વ્યાસ, તાલુકા સદસ્યના કન્વીનર ભૂપેન્દ્ર પી. પટેલ તથા તાલુકા ઉપપ્રમુખ પદ્યુમ્નભાઈ સોલંકી, કરશનભાઈ, ચંદ્રકાંત પટેલ અને જિલ્લા પંચાયત સાશક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકી, સંજય પટેલ, ઉમેશભાઈ વધુ, પરેશભાઈ પટેલ વગેરે મોટી સંખ્યામાં યુવાનોની હાજરીમાં સદસ્યતા અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

Exit mobile version