Site icon Gramin Today

વિધાનસભા 157-માંડવી બેઠકના ઉમેદવાર તરીકે કુંવરજી હળપતિની પસંદગી કરાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા 157 માંડવી વિધાનસભાના ઉમેદવાર તરીકે માજી ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની પસંદગી કરાતા નગર તથા તાલુકા ભાજપમાં કાર્યકરોમાં આનંદનો માહોલ.

હાલમાં યોજાનાર સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત સામાન્ય ચૂંટણી યોજાનાર હોય જેમાં ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય પાર્લામેન્ટ બોર્ડ દ્વારા માજી ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિની 157- વિધાનસભા માંડવીના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે જેમાં માંડવી નગર તથા તાલુકા ભાજપ દ્વારા આનંદ ઉલ્લાસભેર પુષ્પગુચ્છ થી સ્વાગત કરી મીઠાઈઓ વહેંચી આનંદ ઉલ્લાસ મનાવ્યો હતો. અને પાર્લામેન્ટ્રી બોર્ડની પસંદગીની ને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.  આ પ્રસંગે આ પ્રસંગે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જગદીશભાઈ પારેખે જણાવ્યું હતું કે, ભારતીય પાર્લામેન્ટ્રી બોર્ડ તથા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા સુરત જિલ્લા ભાજપના સંદીપભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળ માંડવીને યોગ્ય ન્યાય મળેલ છે. અને માંડવી વિધાનસભામાં કમળના નિશાન તરીકે કુંવરજીભાઇ હળપતિની પસંદગી કરી છે જેને અમે સૌએ આવકારી અભિનંદન પાઠવીએ છે. અને પ્રદેશની સુચના અનુસાર તમામ કાર્યકરોને કામે લાગી જવા આહવાન કર્યું હતું સાંસદ પ્રભુભાઈ વસાવા એ જણાવ્યું હતું કે સામાન્ય ચૂંટણી 2022 માં 157 વિધાનસભા માંડવીમાં 15 ઉમેદવારોએ ફોર્મ ભરેલ હતા તેમાંથી કમર્થ કાર્યકર કુંવરજીભાઈ હળપતિને ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવેલ છે જેને અમે આવકારીએ છે. અને 14 ઉમેદવારો એ ફોર્મ ભરેલ હતા તેમણે કાર્યકર તરીકે એક રાગીતાથી કામે લાગી જવા આહવન કર્યું હતું.  તેમજ ૧૫૭ માંડવી વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદગી થયેલ કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, આ તબક્કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય કેન્દ્રીય પાર્લામેન્ટની બોર્ડ તથા પ્રદેશના તમામ હોદ્દેદારો, જિલ્લાના તમામ હોદ્દેદારોનો આભાર માન્યો હતો અને આ વખતની ચૂંટણીમાં 157 માંડવી વિધાન સભા જીતીને ભારતીય જનતા પાર્ટીને અર્પણ કરીશ. તેવી  ખાતરી  આપી હતી. આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ નટુભાઈ રબારી માંડવી, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ પટેલ, સોનગઢ તાલુકા પ્રમુખ દામજીભાઈ, પાલિકા પ્રમુખ રેખાબેન વસી, માંડવી નગર તથા તાલુકા સંગઠનના હોદ્દેદારો કાર્ય કરવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પત્રકાર:  ઈશ્વરભાઇ સોલંકી (માંડવી)

Exit mobile version