Site icon Gramin Today

ભરૂચ/નર્મદામાં ભાજપ ની જૂથબંધી ગાંધીનગર કમલમ્ પહોચી: સાંસદ મનસુખભાઈ વસાવાનું વોક આઉટ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

ભરૂચ/નર્મદામાં ભાજપ ની જૂથબંધી ગાંધીનગર કમલમ્ પહોચી: સાંસદ મનસુખ વસાવાનું પ્રદેશ પર્લામેન્ટરી બોર્ડમાંથી વોક આઉટ, 

પ્રદે શ પર્લામેન્ટરી બોર્ડમાં વડોદરા અને નર્મદાનો વારો આવે એ પહેલા જ સાંસદ શ્રી મનસુખ વસાવાએ કર્યું વોકઆઉટ:

નર્મદા: ગુજરાત ભાજપની વિવિધ જિલ્લાઓની પર્લામેન્ટરી બોર્ડ માંથી ભરૂચ અને નર્મદા ની બાબતો પર ચર્ચા પહેલા સાંસદ મનસુખ વસાવા ના વોક આઉટ થી અનેક તર્ક વિતર્કો સરું થઈ ગયા અને પ્રદેશ ભાજપ માં રાજકારણ ગરમાયું હતું. સાંસદ મનસુખ વસાવા ના અચાનક પર્લામેન્ટરી બોર્ડ છોડીને જતા રહેવાની ઘટના બની જે ચોક્કસ દર્શાવે છે કે કોઈ ઘર્ષણ ચોક્કસ થયું હશે અને સાંસદ મનસુખભાઇ એમ પણ સાચે બોલ્યા હોય તેમની વિરોધ ની વાત થઈ હશે જે સહન ના થઈ શકી એટલે તેઓ મહત્વની આ બેઠક માંથી નીકળી જવાનું પસંદ કર્યું હોવાની ચર્ચા ભાજપ ના કાર્યકરો માં હાલ ચાલી રહી છે.

મળતી માહિતી અનુસાર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર.પાટિલે તમામ જિલ્લાના સંગઠનના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ની બેઠક ગાંધીનગર ખાતે કમલમ માં બોલાવી હતી. એક પછી એક જિલ્લા ની બેઠક નો દોર ચાલતો હતો, પરંતુ ભરૂચ ની ચર્ચા થઈ જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે કોઈ કારણ સર બોલવાનું થયું. જે સાંસદ મનસુખ વસાવાને પસંદ ના પડતાં તેઓ વડોદરા અને નર્મદા ની ચર્ચાનો સમય આવે એ પહેલા પર્લામેન્ટરી બોર્ડ માંથી વોક આઉટ કરી બહાર નીકળી ગયા હતા. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે નર્મદા ભરૂચ ની જૂથબંધી હવે ગાંધીનગર સુધી પહોંચી છે. હવે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આ જૂથવાદ ને ઠંડો પાડે એ જરૂરી થઈ પડ્યું છે.

સાંસદ મનસુખ વસાવા સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે એવું કાઈ નથી. અમારી પારલામેન્ટરી બોર્ડ ની બેઠક ગાંધીનગર કમલમ ખાતે હતી જરૂરી બાબતો પર ચર્ચા હતી. જે માંથી હું બહાર નીકળી ગયો હતો. કેમ આવું થયું એ બાબતે પૂછતાં તેમણે કહ્યું હતું કે જિલ્લા કક્ષાએ થી કેટલાક નેતાઓ પાટીલ સાહેબને મારા વિશે ખોટું બોલી ગેરમાર્ગે દોરી રહ્યા છે. જોકે હું પાર્ટી માટે કાર્યકરો માટે સતત કામ કરું છું, કેટલાક અન્ય પાર્ટીઓના લોકો ને જોડાવા બાબતે ચર્ચા થઈ હતી.

લોકસભાની ચૂંટણીની તાડમાર તૈયારીઓ વચ્ચે નર્મદા ભરૂચ ની જૂથબંધી હવે ગાંધીનગર સુધી પહોંચી છે. જોવું રહયું ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આ ભરૂચ નર્મદા લોકસભા વિસ્તારમાં ઉભા થયેલ જૂથવાદ ને ઠંડો પાડે છે કે નહિ તે આવનારો સમય બતાવશે.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Exit mobile version