Site icon Gramin Today

પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી પ્રદીપસિંહ વાઘેલાની યુવા મોરચા સાથે મુલાકાત:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત 

વાંસદા ગુજરાત પ્રદેશના યશસ્વી પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી પ્રદીપસિંહ વાઘેલાએ યુવા મોરચા સાથે  મુલાકાત કરી હતી.

વાંસદા ભાજપ યુવા મોરચા દ્વારા કરાયુ સમગ્ર કાર્યક્રમ નુ આયોજન.

ગુજરાત પ્રદેશના યશસ્વી પ્રદેશ ભાજપ મહામંત્રી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી વાંસદા યુવા મોરચા સાથે બેઠક અને મુલાકાતથી યુવા ભાજપ વાંસદામાં આનંદની લાગણી વર્તાઈ. અને કાર્યકર્તાઓ માં નવો જોષ..

વાંસદા તાલુકાની યુવા મોરચાની મુલાકાત તથા બેઠક માટે ભાજપ યુવા મોરચાના મહામંત્રી કમલભાઈ સોલંકીની ગાઈડ લાઈન પ્રમાણે અને જિલ્લા શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકીના નેજા હેઠળ ગુજરાત પ્રદેશના ભાજપ મહામંત્રી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી વાંસદા ભાજપ યુવા મોરચના યુવા વર્ગો અને ઉત્સાહીત સંગઠન મોરચા સાથે મુલાકાત અને આવનારી વિધાનસભાની ચૂંટણીને લાગતા પ્રસ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી. જેથી યુવા મોરચામાં કાર્યરત રહી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય બને તેવા પ્રયત્નો યુવા ભાજપ મોરચા દ્વારા ચાલુ રહશે તેવી વિચારણા અને બેઠક યોજાઈ હતી.

આજની મુલાકાતમાં મહામંત્રી ભાજપ યુવા મોરચાના કમલભાઈ સોલંકી, પરેશભાઈ પટેલ, નવસારી જિલ્લાના શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકી, યશપાલસિંહ સોલંકી, તથા વાંસદા તાલુકા ભાજપ યુવા મોરચાના તમામ હાજર રહી મુલાકાત અને બેઠક સફળ બનાવવા સહભાગી બન્યા હતાં.

Exit mobile version