શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ભારતીય જનતા પાર્ટી ડાંગ દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા સાહેબના અધ્યક્ષતામા ઉમેદવારો બાબતે સમીક્ષા બેઠકનુ આયોજન કરાયુ:
ડાંગ જિલ્લામા વધુમા વધુ ગ્રામ પંચાયતો સમરસ થાય તે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટી ડાંગ દ્વારા જિલ્લાની 41 ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત આહવા તાલુકાની 14, સુબીર તાલુકાની 12, વઘઇ તાલુકાની 15 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે સંદર્ભે ભારતીય જનતા પાર્ટી ડાંગ દ્વારા માન. માજી કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા સાહેબના અધ્યક્ષતામા ઉમેદવારો બાબતે સમીક્ષા બેઠકનુ આયોજન કરવામા આવ્યું હતું, જેમાં ડાંગ જિલ્લાના સંગઠન પ્રભારી પ્રફુલભાઇ પાનસેરીયા સાહેબ અને સીતાબેન નાયકની ઉપસ્થિતિમા ડાંગ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી દશરથભાઈ પવાર, ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત ના પ્રમુખ મંગળભાઈ ગાવિત, જિલ્લા મહામંત્રીશ્રીઓ કિશોરભાઈ ગાવિત, રાજેશભાઈ ગામીત, હરિરામભાઈ સાવંત ઉપસ્થિત રહી જિલ્લા મા વધુમા વધુ ગ્રામ પંચાયતો સમરસ થાય તે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.