Site icon Gramin Today

ડેડીયાપાડાના ધારાસભ્ય અને આપ નેતા ચૈતરભાઈ વસાવાના કોર્ટે કર્યા જામીન મંજુર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ, દિનેશ વસાવા

ડેડીયાપાડા: આદિવાસી યુવાનેતા અને ડેડીયાપાડા મત વિસ્તાર ના ધારાસભ્ય અને આપ નેતા ચૈતરભાઈ વસાવા ને મહે. કોર્ટ દ્વારા આજરોજ જામીન મંજુર કરવામાં આવ્યા:

ડેડીયાપાડા: પ્રાપ્ત માહિતી મુજબ આર્મ્સ એક્ટ ના ગુનામાં જેલ માં સજા કાપી રહેલાં ડેડીયાપાડા મત વિસ્તાર ના ધારાસભ્ય અને આપ પાર્ટીના ભરૂચ લોક સભાના ઉમેદવાર  ચૈતરભાઈ વસાવા અને તેમનાં પત્ની ને મહે. કોર્ટ દ્વારા આજરોજ જામીન મંજુર કરવામાં આવ્યા છે , અને આવતી કાલે તેઓ જેલ માંથી બહાર આવવાના સમાચારો સોસીયલ મીડિયા માધ્યમ થી લોકોમાં ફરતા થતાં ડેડીયાપાડા પંથકમાં દિવાળી તહેવાર જેવો માહોલ સર્જાયો છે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના દિગ્ગજ નેતા ચૈતરભાઈ વસાવાના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. આ મુદ્દે ચૈતરભાઈ વસાવાના વકીલ તેમજ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલીયાએ કરી ઇન્ટરવ્યૂ દ્વારા જાહેરાત.. આવતી કાલે થઈ શકે છે જામીન પર મુક્ત. અનેક શરતો ને આધીન જામીન મંજુર કરવામાં આવ્યા છે  તેમ તેઓએ ઉમેર્યું હતુ.

આદિવાસી સમાજના સૌથી લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવાને ભાજપ સરકારે ખોટા કેસમાં ફસાવીને જેલમાં નાખ્યા છે તેવો આરોપ આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ લગાવવામાં આવ્યા હતા.

Exit mobile version