Site icon Gramin Today

ડાંગ જિલ્લા પંચાયત ૧૦ – કડમાળ બેઠક માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લા પંચાયત ૧૦ – કડમાળ બેઠક માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો:

દિનકર બંગાળ, વઘઈ: રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા સ્થાનિક સંસ્થાઓની સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓ ફેબ્રુઆરી-૨૦૨૫ નો વિગત વાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ડાંગ જિલ્લામાં પ્રસંગોપાત ખાલી પડેલ જિલ્લા પંચાયત ૧૦ – કડમાળ બેઠક માટેનું મતદાન તા.૧૬/૨/ર૦૨૫ ના રોજ યોજાનાર છે.

જે માટે ડાંગ જિલ્લાના સુબીર તાલુકા સેવા સદન ખાતે તારીખ.૧૫/૦૨/૨૦૨૫ તથા તા.૧૬/૦૨/૨૦૨૫ દરમિયાન કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. આ કંટ્રોલ રૂમ ૨૪X૭ કલાક કાર્યરત રહેશે જેનો સંપર્ક નંબર ૯૪૮૪૪૦૫૮૦૬ છે. જેની તમામે નોંધ લેવા ૧૦-કડમાળ જિલ્લા પંચાયત મતદાર મંડળના મદદનીશ ચૂંટણી અધિકારી વ મામલતદાર સુબીરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Exit mobile version