Site icon Gramin Today

ડાંગમાં લોકશાહીનો જંગ: જિલ્લા પંચાયતની 18 બેઠકો માટે 52 અને 3 તાલુકા પંચાયતોની કુલ 48 બેઠકો માટે કુલ 116 ઉમેદવારોની ચૂંટણી યોજાશે

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગમાં લોકશાહીનો જંગ: જિલ્લા પંચાયતની 18 બેઠકો માટે 52 અને 3 તાલુકા પંચાયતોની કુલ 48 બેઠકો માટે કુલ 116 ઉમેદવારોની ચૂંટણી યોજાશે

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-2026 અન્વયે ડાંગ જિલ્લામાં આગામી તા. 26/04/2026ના રોજ મતદાન, અને તા.28/04/2026ના રોજ મત ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

આ ચૂંટણી માટે આજ તારીખ 15મી એપ્રિલના રોજ નામાંકન પત્રો પાછા ખેંચવાના દિવસે જિલ્લાના કુલ 3 અને ત્રણેય તાલુકા પંચાયતના કુલ 2 ઉમેદવારી પત્રો પાછા ખેંચવામાં આવ્યાં હતા.

જિલ્લા ચૂંટણી તંત્ર પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો માટે 52 (બાવન) ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. તેમજ આહવા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો માટે 32 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. તો વઘઈ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો માટે 40 ઉમેદવારો વચ્ચે, અને સુબીર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો માટે 44 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.

Exit mobile version